ગુજરાત

આજે સરકારની પત્રકાર પરિષદમાં OBC અનામતને લઈને જાહેરાત થશે

ર્ંમ્ઝ્ર અનામતને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ઝવેરી કમિશનનો અહેવાલ કેબિનેટમાં રજૂ કરાયો. કેબિનેટમાં ઝવેરી કમિશનના અહેવાલ પર ચર્ચા કરાઈ હતી. આજે સરકારની પત્રકાર પરિષદમાં તેની જાહેરાત થઈ શકે છે. જાેકે, આ રિપોર્ટથી અટકી પડેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માર્ગ મોકળો થશે. રિપોર્ટની જાહેરાત બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની પ્રક્રિયા તેજ થશે. છેલ્લા દોઢ વર્ષથી લટકી રહેલી પાલિકા પંચાયતની ચૂંટણીઓ નવરાત્રિ બાદ યોજવાનો રસ્તો ખુલ્લો થશે. અત્રે જણાવવાનું કે ૭૧૦૦ ગ્રામ પંચાયત ,૭૫ નગર પાલિકા, બે જિલ્લા પંચાયત અને ૧૮ તાલુકા પંચાયતની ચૂંટણી ન થતાં અહીં વહીવટદારનું શાસન છે. ઝવેરી કમિશને ૯૦ દિવસમાં રીપોર્ટ આપવાનો હતો, પણ ૯ મહિને રીપોર્ટ આપ્યો.

આ અંગે બે વાર મુદત પણ વધારવામાં આવી. વસ્તીના ધોરણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામા ર્ંમ્ઝ્ર અનામત મુદ્દે જસ્ટિસ ઝવેરી કમિશનની ભલામણોને કેબિનેટમાં રજૂ કરાઇ છે. રાજ્યમા પાલિકા- પંચાયતોમાં સરેરાશ ૨૭ ટકા બેઠકો ર્ંમ્ઝ્ર માટે અનામત રાખવા ટૂંક જ સમયમા સરકાર જાહેરાત કરશે. જેથી છેલ્લા દોઢ વર્ષથી લટકી રહેલી પાલિકા પંચાયતની ચૂંટણીઓ નવરાત્રી બાદ યોજવાનો રસ્તો ખુલ્લો થશે. જાે કે, સુપ્રીમ કોર્ટે આપેલા આદેશ મુજબ સંપૂર્ણતઃ વસ્તીના ધોરણે ર્ંમ્ઝ્ર સમુહને રાજકીય પ્રતિનિધિત્વ મળે તેવી શક્યતા નથી. હાલમાં ૭૧૦૦ ગ્રામ પંચાયત, બે જિલ્લા પંચાયત અને ૧૮ તાલુકા પંચાયતની ચૂંટણી ન થતાં વહીવટદારનું શાસન છે. મહત્વનું છે કે, છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી અનેક પંચાયતમાં ર્ંમ્ઝ્ર બેઠક ખાલી છે.

કોંગ્રેસે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ૨૭ ટકા ર્ંમ્ઝ્ર અનામતની માંગણી કરી હતી. જુલાઈ ૨૦૨૨ માં ઝવેરી કમીશનની રચના થઇ હતી. સુપ્રીમ કોર્ટે સ્થાનિક સ્વરાજમાં વસ્તીના આધારે અનામત આપવા માટે પંચની રચના કરવા રાજ્યોને આદેશ આપ્યો હતો. ગુજરાતમાં પંચની રચના થઇ ન હતી, ઓબીસી અનામત જાહેર થયા વિના સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની હતી. અમિત ચાવડા અને અન્ય ઓબીસી નેતાઓએ વિરોધ કરતાં ચુટંણીઓ મુલત્વી કરી હતી. સરકારે કલ્પેશ ઝવેરીની અધ્યક્ષતાવાળા ઝવેરી પંચની રચના કરી હતી. અનેક વાર પંચની મુદતમાં વધારો કરવામાં આવ્યો હતો. પંચને રજુઆત કરવા માટે સમિતિ જગ્યાઓ નક્કી કરાઇ હતી. અમિત ચાવડા અને અન્ય ઓબીસી નેતાઓએ પત્ર લખી રજુઆત ઝોન અને જિલ્લા સ્તરે કરવા માટે માંગ કરતાં રજૂઆત માટેની જગ્યાઓ વધારવામાં આવી હતી. ત્યારે હવે ઝવેરી પંચનો રીપોર્ટ તૈયાર થયા બાદ તે સરકારને સુપ્રત કરવામાં આવ્યો છે.

કે, એસ ઝવેરીના વડપણ હેઠળ સમર્પિત આયોગની રચના કરાઇ હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલે ઓબીસી અનામત નક્કી કરવા માટે ઝવેરી પંચની રચના કરવામા આવી હતી. આ દરમિયાન જસ્ટિસ ઝવેરી કમિશનની રચના કરવામાં આવી ત્યારે તેને ૯૦ દિવસમાં રિપોર્ટ આપવાનું કહેવામાં આવ્યું હતું. જે બાદ ઝવેરી પંચ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પોતાનો રિપોર્ટ સોંપી દેવામાં આવ્યો હતો. અધ્યક્ષ કલ્પેશ ઝવેરીના અધ્યક્ષતામાં રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો. ગુજરાતના રાજકારણમાં ર્ંમ્ઝ્ર સમુદાયનું મહત્વ હંમેશાથી ખાસ રહ્યું છે. જાે ગુજરાતમાં જ્ઞાતિની વસ્તીની વાત કરીએ તો ર્ંમ્ઝ્ર ૫૨ ટકા, ક્ષત્રિય અને અન્ય ઉચ્ચ વર્ગ-૧૪ ટકા, પાટીદાર-૧૬ ટકા, દલિત-૭ ટકા, આદિવાસી-૧૧ ટકા, મુસ્લિમ-૯ ટકા છે.

તેથી જ સમજી લો કે આ ૫૨ ટકા વસ્તીના મત ગુજરાતમાં ચૂંટણી લડનારા કોઈ પણ પક્ષ માટે બહુ જ મહત્વના છે. હાલ દરેક પક્ષ માટે આ ૫૨ ટકા વસ્તી જ કેમ મહત્વની ગણાય છે તે જાણીએ. ઓબીસીમાં ૧૪૬ જ્ઞાતિઓનો સમાવેશ થયો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ઓબીસી સમાજને ૧૦ ટકાના સ્થાને ૨૭ ટકા અનામત આપવા ભાજપ કોંગ્રેસની આયોગ સામે માંગ કરી છે. ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ-ભાજપ બંને પાર્ટીના કુલ ૬૨ ઓબીસી ધારાસભ્યોએ જીત મેળવી હતી.

Related Posts