ભગવાન શ્રી પરશુરામદાદાના પૂજન બાદ ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળશે…. આ શોભાયાત્રા ૬૦,૦૦૦ વોલ્ટ ડીજે મિક્ષ્ચર સાથે નીકળશે… શોભાયાત્રા બાદ મહાઆરતી નું આયોજન કરવામાં આવશે.
પરશુરામ સેના સાવરકુંડલા દ્વારા ભગવાન વિષ્ણુ નાં છઠ્ઠા અવતાર, ભૂદેવોનાં આરાધ્ય દેવ ચિરંજીવી ભગવાન પરશુરામદાદા ના પ્રાગટ્ય મહોત્સવ ની આજરોજ તા. ૨૨/૪/૨૦૨૩ નાં રોજ ઉજવણી કરવામાં આવશે.
જેમાં પરશુરામ દાદા નુ પૂજન બપોરે ૪ઃ૦૦ કલાકે ત્યારબાદ ભવ્ય શોભાયાત્રામાં ૬૦,૦૦૦ વોલ્ટેજ ડી.જે. મિક્ચર સાથે રથ, સુશોભિત ટ્રેક્ટર, બાઇક, કાર, શોભાયાત્રામાં જોડાશે. સાંજે ૫ઃ૦૦ કલાકે સાવરકુંડલા ખાતે આવેલ શ્રી બ્રહ્મપુરીથી પ્રસ્થાન કરી સાવરકુંડલા શહેર નાં મુખ્ય માર્ગ ૫ર શોભાયાત્રા ફરશે અને ત્યારબાદ બ્રહ્મપુરી ખાતે પરશુરામ દાદા ની મહા આરતી કરવામાં આવશે. સાવરકુંડલા શહેર અને તાલુકામાં વસતા સર્વે ભુદેવોએ આ શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં જોડાવા શ્રી પરશુરામ સેના સાવરકુંડલા દ્વારા આહ્વાન કરવામાં આવેલ છે.
આજે સાવરકુંડલામાં પરશુરામ સેના દ્વારા ભગવાનપરશુરામજી નો પ્રાગટ્ય મહોત્સવ ઊજવાશે

Recent Comments