આજે સાવરકુંડલા રામમય.. આવતીકાલનો ચાતક નયને ઇંતેજાર.

સાવરકુંડલા શહેર આજૈ જાણે રામમય થવા જઈ રહ્યું હોય તેવો માહોલ જોવા મળે છે. આજરોજ શહેરના મુખ્ય માર્ગ નદી બઝારમાં તો જ્યાં નજર કરીએ ત્યાં જય શ્રી રામ નામની કેસરી ધ્વજા ફરકતી જોવા મળી. જાણે અયોધ્યા હોય તેવું વાતાવરણ જોવા મળ્યુ . તો આજરોજ સાંજે ૬-૪૫ કલાકે અહીં રિધ્ધિ સિધ્ધિ ચોક પાસે ૨૧૦૦૦ દિવડાઓ પ્રગટાવવામાં આવશે અને મહાઆરતીનો એ ભવ્ય કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે તેના અનુસંધાને અહીં વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત આ ભવ્ય મહાઆરતીના કાર્યક્રમની તૈયારી માટે બહેનો દ્વારા આ આરતીના દિવડા પ્રગટાવવા માટે જરૂરી સામગ્રી અને દીવડા તૈયાર કરવામાં વ્યસ્ત જોવા મળેલ છે. આમ હાલ તો સમગ્ર શહેરમાં રામમય માહોલ જ જોવા મળે છે. ભક્તજનો આ અવસરને મનભરીને માણવા માટે આતુર છે. નાવલીના પટ્ટ પર આવેલ એ ત્રિકોણ ચોકમાં દોરેલી ભવ્ય રંગોળી પણ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે.
Recent Comments