અમરેલી

આજે સાવરકુંડલા શહેર અને તાલુકામાં કાયદેસરનો વરસાદ આજ રપટ જઈયો તો હમેં ના ઉઠઈયો

આવરે વરસાદ ઢેબરિયો પ્રસાદ ઊની ઊની રોટલીને કારેલાનું શાક..!! આજરોજ સાવરકુંડલા શહેરમાં વાવણીલાયક વરસાદ.. ખેડૂતોમાં ખુશીનો માહોલ.. આમ જનતા પણ ખુશ.. ભલે ભીંજાઈએ પણ આ વરસાદ હવે મીઠો મધ લાગે છે. શહેરોના રસ્તા પાણી પાણી..  તાપમાનનો પારો નીચે ઊતરતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી. આવા વરસાદી વાતાવરણ વચ્ચે બાળકો પણ ખુશ અને યુવાનો હિલોળે. ઠેર ઠેર ફરસાણની દુકાનોમાં લસણીયા ગાંઠીયા બનતાં જોવા મળેલ છે.

Related Posts