fbpx
રાષ્ટ્રીય

આજે સ્વર્ણિમ સંકુલ, નવા સચિવાલય, ગાંધીનગર ખાતે “ડાક ચોપાલ”નું આયોજન

સિનિયર સુપ્રીટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસ, ગાંધીનગર ડાક વિભાગ દ્વારા ૧૨મી ઓગસ્ટ ૨૦૨૪ના રોજ સ્વર્ણિમ સંકુલ, નવા સચિવાલય, ગાંધીનગર ખાતે “ડાક ચોપાલ”નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ મહત્વપૂર્ણ કાર્યક્રમનો ઉદ્દેશ ડિજિટલ ઇન્ડિયા, નાણાકીય સામાવેશન અને અંત્યોદયના વિચારને છેવાડાના નાગરિક સુધી પહોચાડવાનું છે.

“સરકારી સેવાઓને આપના દ્વાર સુધી લાવવી” પર કેન્દ્રિત આ પહેલ નાગરિકોને કેન્દ્રિત સેવાઓ જેવી કે નાણાકીય સેવાઓ, વીમા, પેમેન્ટ્‌સ બેંક સેવાઓ, ડીબીટી, ઇ-કોમર્સ અને નિકાસ સેવાઓ અંગે જાગૃતિ લાવશે. સરકારી કલ્યાણ યોજનાઓ અને તેમનાં ફાયદાઓ જનતાને પોસ્ટ ઑફિસ મારફતે પહોંચાડવામાં આવશે. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્‌સ બેંક (ૈંઁઁમ્) મારફતે, પોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવકો હવે મોબાઇલ બેન્ક તરીકે કાર્ય કરી રહ્યા છે, જે નાણાકીય સેવાઓને સીધા લોકો સુધી લઈ જાય છે.

આ કાર્યક્રમનું ઉદઘાટન ગુજરાતના માનનીય મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવશે. માનનીય મુખ્યમંત્રી “ડાક ચૌપાલ” પર વિશેષ કવર પણ બહાર પાડશે. આ પ્રસંગ માટે આદરણીય અતિથિઓ તરીકે ગુજરાત રાજ્યનાં કેબિનેટ કક્ષાનાં મંત્રીઓ અને વિધાનસભાના સભ્યો હાજર રહેશે. તેમની ઉપસ્થિતિ રાજ્યના ડાક નેટવર્કના મહત્વને અને જાહેર સેવા વિતરણને મજબૂત બનાવવામાં સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

આ કાર્યક્રમમાં ડાક વિભાગ દ્વારા સેવાઓને આધુનિક બનાવવા અને તેમના વિસ્તાર માટે કરવામાં આવેલ તાજેતરના પ્રયત્નોનું પ્રદર્શન અને ચર્ચાઓ પણ સમાવિષ્ટ રહેશે.
કાર્યક્રમની વિગતોઃ-

  • તારીખઃ ૧૨મી ઓગસ્ટ ૨૦૨૪
  • સમયઃ સવારે ૧૦.૦૦ વાગ્યાથી શરૂ
  • સ્થળઃ સ્વર્ણિમ સંકુલ, નવું સચિવાલય, ગાંધીનગર
Follow Me:

Related Posts