આજે ૧૦ ઓક્ટોબરથી સમગ્ર અમરેલી જિલ્લામાં વેક્સીનેશન મહાઅભિયાનનો પ્રારંભ
જિલ્લામાં ૨૭૬ જેટલી સાઈટ ઉપર
૧૬૦૦ જેટલા આરોગ્યકર્મીઓ તૈનાત : ૪૦ હજાર લોકોને વેકસીન આપવાનો ટાર્ગેટ
વેક્સીન લેવામાં બાકી તમામને લાભ લેવા આરોગ્ય તંત્રનો અનુરોધ
આજે ૧૦ ઓક્ટોબરથી અમરેલી આરોગ્ય તંત્ર દ્વારા વેક્સીનેશન મહાઅભિયાનનો પ્રારંભ કરવામાં આવશે. જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રો ઉપર વેક્સીન લેવામાં બાકી તમામ લોકોને તેમજ જે લોકોએ વેક્સીનનો પહેલો ડોઝ લીધો હોય અને બીજો ડોઝ લેવામાં બાકી હોય તેવા તમામ લોકોને વેકસીન આપવામાં આવશે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જયેશ પટેલએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે સમગ્ર અમરેલી જિલ્લામાં ૨૭૬ જેટલી સાઈટ ઉપર આરોગ્ય તંત્રના ૧૬૦૦ જેટલા કર્મીઓ ફરજ બજાવશે. આખા જિલ્લામાં ૪૦ હજાર લોકોને વેકસીન આપવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે.
Recent Comments