મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના ૧૦૦ દીવસ સંકલ્પ અંતર્ગત અમરેલી શાંતાબા મેડીકલ કોલેજ અને સિવીલ હોસ્પિટલ ખાતે આજે તા. ૨૧ ઓક્ટોબરના ખાસ યુડીઆઇડી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ ૮ પ્રકારની દિવ્યાંગતા માટેના દિવ્યાંગતા પ્રમાણપત્ર અને યુ.ડી.આઇ.ડી. કાર્ડ કાઢવા માટેનો આ વિશેષ કેમ્પમાં બપોરના ૨ કલાકથી ૬ કલાક દરમિયાન યોજાશે. આ કેમ્પમાં હલન ચલન સાથેની અશક્તતા, બૌધ્ધિક અસમર્થતા, સાંભળવાની ક્ષતિ, માનસિક બિમાર, અંધત્વ, સેરેબલ પાલ્સી, ઓછી દ્રષ્ટી અને વાણી અને ભાષાની અશક્તતા જેવી દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગજનોને લાભ લેવા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ કેમ્પનો લાભ લેવા આધાર કાર્ડ, ચુંટણી કાર્ડ, દિવ્યાંગતા પ્રમાણપત્ર (જો હોય તો), દિવ્યાંગ ઓળખકાર્ડ ( જો હોય તો), પાસપોર્ટ સાઇઝના ફોટા અને ઉંમરનો પુરાવાની ઝેરોક્ષ નકલ સાથે લાવવાની રહેશે. આ અંગે વધુ માહિતી માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અમરેલીના ટેલીફોન નં. ૦૨૭૯૨-૨૨૩૦૨૯ પર સંપર્ક કરવા બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અમરેલીની યાદીમાં જણાવાયું છે.
૨૧ ઓક્ટોબરના અમરેલી સિવીલ હોસ્પિટલ ખાતે દિવ્યાંગજનો માટે ખાસ કેમ્પનું આયોજન


















Recent Comments