આજે 12 શહરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન, 3 શહેરોમાં 44 ડિગ્રીને પાર ગરમીનો પારો જોવા મળ્યો હતો. ખાસ કરીને સૂકા પવનોના કારણે મંદળવારથી ગરમી વધુ જોવા મળી રહી છે. ગરમીના કારણે લોકોએ બહાર નિકળવાનું ટાળ્યું. બપોરના સમયે રસ્તાઓ સુમસામ બની રહ્યા છે. ત્યારે આજે અમદાવાદ શહેરની અંદર 44 ડીગ્રી ગરમી જોવા મળી હતી, જેમાં જુનાગઢ અને ગાંધીનગરમાં પણ આ પારો 44 ડીગ્રી પર જોવા મળ્યો હતો. જ્યારે સુરેન્દ્રનગરમાં 43 ડિગ્રી આસરપાસ ગરમી રહી હતી. આમ અન્ય વિવિધ શહેરોમાં પણ ગરમીનો પારો 40 ડીગ્રીને પાર જોવા મળ્યો હતો.
ભુજ 42 ડિગ્રી તો ડીસા 43 ડિગ્રી, પાટણ 42 ડિગ્રી અને દાદરનગર 42 ડિગ્રી ગરમી જોવા મળી છે આ ઉપરાંત અન્ય શહેરોમાં પણ ગરમીનો પારો 40 ડીગ્રીને પાર જોવા મળ્યો હતો. અગાઉના ત્રણ વર્ષની સરખામણીએ ગરમીનો આ પારો જોવા મળ્યો છે.
3 શેરોમાં 44 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું
અમદાવાદ 44.4 ડિગ્રી
સુરેન્દ્ર નગર 43.2 ડિગ્રી
અમરેલી 42 ડીગ્રી
જૂનાગઢ 44 ડીગ્રી
ગાંધીનગર 44 ડિગ્રી
ભુજ 42 ડિગ્રી
ડીસા 43 ડિગ્રી
પાટણ 42 ડિગ્રી
દાદરનગર 42 ડિગ્રી
રાજકોટ 43.3 ડિગ્રી
સુરત 42 ડિગ્રી
વડોદરા 43.6 ડિગ્રી
ભાવનગર 42 ડિગ્રી
Recent Comments