આવતી કાલે પંજાબના સીએમ ભગવંત માન અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલનો એક સાથે રોડ શો અમદાવાદમાં યોજાવા જઈ રહ્યાે છે ત્યારે રોડ શોમાં પોલીસ તંત્ર દ્વારા પરમિશન આપવામાં આવી છે. અરવિંદ કેજરીવાર અને ભગવંત માન આજે 8.30 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આવશે, તાજ સ્કાયલેન હોટેલ ખાતે તેઓ આજે રાત્રિ રોકાણ કરશે. આવતી કાલે 10 વાગે તેઓ સાબરમતી ગાંધી આશ્રમ બાપૂના દર્શન કરી આશિર્વાદ મેળવશે. ત્યાર બાદ 4 વાગે બાપુગર ખાતે તિરંગા યાત્રાની શરૂઆત કરશે.
3 તારીખે શાહીબાદ સ્વામિનારાયણ મંદીર ખાતે દર્શન કરવા માટે જશે. બીજા દિવસે ગુજરાતના તમામ કાર્યકર્તાઓ, પાર્ટીના મુખ્ય નેતાઓ, કાર્યકરો સાથે આગામી ચૂંટણીને લઈને ચર્ચા કરશે.
દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રીનો એક સાથે ભવ્ય રોડ શો આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડાપ્રધાનના રોડ શો બાદ આ રોડ શો થશે. ખાસ કરીને ગુજરાતીઓ નું સૌથી વધુ પ્રભુત્વ છે તેવા પૂર્વ વિસ્તારમાં જ આ રોડ શો યોજાશે. ત્યારે અત્યારથી જ તેમના રોડ શોના લાગેલા પોસ્ટર્સ ફાડવામાં આવી રહ્યા છે. આપનો આક્ષેપ છે કે, આ બીજેનું કામ છે.
Recent Comments