આજ થી 14 મી વિધાનસભા સત્રનો પ્રારંભ.આ વખતે વિધાનસભાના 21 દીવસો કામકાજના દીવસો હશે

બજેટ સત્રની શરૂઆત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના ભાષણથી થશે. બજેટ સત્રમાં પૂરક માંગણીઓ ઉપરાંત સરકારી બિલો પર પણ ચર્ચા કરવામાં આવશે. નાણા વિભાગે બજેટની તૈયારીને લઈને રાજ્ય સરકારના અન્ય વિભાગો સાથે અનેક રાઉન્ડ બેઠકો યોજી છે. બજેટ સત્રમાં 4 દિવસ સુધી બજેટ વિષય પર ચર્ચા થશે. બીજી તરફ ચૂંટણીનું વર્ષ હોવાથી કોંગ્રેસ બજેટ સત્રમાં જોરદાર હાજરી આપવાનો પ્રયાસ કરી રહી છે.ગુજરાત સરકારનું ચૂંટણી પહેલા આ છેલ્લું બજેટ હશે, તો બધાની નજર તેના પર છે. ખેડૂતોને રાહત આપતી વખતે રાજ્ય સરકાર કુદરતી ખેતી અને રખડતા પ્રાણીઓના નિયંત્રણ જેવા પગલાં પર ભાર આપી રહી છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારનું પ્રથમ વિધાનસભાનું બજેટ સત્ર આજ થી શરૂ થવા જઈ રહ્યું છે. સત્રના પ્રથમ દિવસની શરૂઆત બપોરના 12 કલાકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધન સાથે થશે. સંબોધન બાદ ૧૫ મિનીટના વિરામ પછી સભાગૃહની બેઠક મળશે. તો આવતીકાલે વિધાનસભામા નાણામંત્રી કનુ દેસાઈ બજેટ રજૂ કરશે.આ પૂર્વે ગાંધીનગર ખાતેના સ્વર્ણિમ સંકુલ 1ના નર્મદા હોલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે. વિવિધ મુદ્દાઓ પર થશે ચર્ચા. આ બેઠકમાં રસીકરણ ઝુંબેશ અને અન્ય વિભાગની યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે તે અંગેની સામિક્ષા કરાશે.
Recent Comments