આજ રોજ ગણેશ શાળા ટીમાણામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના તમામ વિદ્યાર્થીઓ તથા કર્મચારી ગણ જોડાયા હતા. આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકશ્રી લખનભાઈ જાની દ્વારા પ્રાણાયામ, હાર્દિકભાઈ પંડયા દ્વારા પી.ટી. ટેબલના દાવ, કાજલબેન ડાંગર અને ધર્મિષ્ઠાબેન વાળા દ્વારા સુર્ય નમસ્કાર કરાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત શાળાના યોગમાં નિપુણ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોએ ટ્રેડિશનલ યોગા દ્વારા આ કાર્યક્રમને વધારે રસપ્રદ બનાવ્યો હતો. ધોરણ 8 વિદ્યાર્થી પુનમબેન બારૈયાએ પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું.કાર્યક્રમના અંતે શાળા પરિવાર દ્વારા સમગ્ર વિશ્વના આરોગ્યની સુખાકારી માટે પ્રાર્થના કરવામાં આવી.
આજ રોજ ગણેશ શાળા ટીમાણામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી

Recent Comments