fbpx
અમરેલી

આજ રોજ જીલ્લા કલેકટરશ્રી નાં અધ્યક્ષ સ્થાને જીલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ અમરેલીની મળેલ બેઠકમાં વિવિધ પ્રશ્ને રજુઆત કરતા ધારાસભ્યશ્રી પ્રતાપભાઈ દુધાત

તા, ૨૦/૧૧/૨૦૨૧ ના રોજ  અમરેલી ખાતે કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને મળેલ જીલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ ની બેઠકમાં વિવિધ સબંધિત વિભાગોના લગત પોતાના મતવિસ્તાર ના પ્રશ્નો બાબતે અગાઉ લેખિતમાં રજુઆતો કરેલ હતી તે અંગેની ત્રીજા શનિવાર નાં રોજ મળનારી બેઠકમાં તમામ વિભાગના અધિકારી સાથે ચર્ચા વિચારણા કરેલ જેમાં સાવરકુંડલા અને લીલીયા તાલુકા નાં વિવિધ પ્રાણ પશ્નો જેવાકે પાણી,વીજળી, આરોગ્ય, તેમજ અન્ય આવશ્યક  ,રસ્તાા અન્યો પ્રશ્ને પ્રાથમિકતા ધ્યાને લઇ સબંધિત વિભાગ ના અધિકારીઓશ્રી ને જરૂરી સૂચના અને સત્વરે કામગીરી કરવા અનુરોધ કરેલ કરવામાં આવેલ છે   .ર્તેમજ સાવરકુંડલા-લીલીયા તાલુકાના ગામડાઓના રોડ રસ્તા અને સબંધિત વિભાગના અધિકારી સાથે ચર્ચા કરી રોડ રસ્તા રીપેર તથા નવા બનાવાવની દરખાસ્ત કરવા જણાવેલ હતું,  આરોગ્ય માટે પણ સબંધિત વિભાગના વડા સાથે ચર્ચા કરવામાં આવેલ અને તે અંગે યોગ્ય થવા જણાવેલ પાણી માટેની ગામોમાં પુરતી સુવિધાઓ આપવા અને ગામડાઓમાં પાણી માટેની ઉંચી ટાંકીઓ માટેના પ્રશ્ને લોકો હેરાન નથાય તે માટે જરૂરી સૂચના અને અનુરોધ કરવામાં આવેલ હતો , વીજળી બાબતે સાવરકુંડલા તાલુકા તથા લીલીયા તાલુકાઓના ખેતીવાડી ગામોમાં વીજળી માટે અરજદારો હેરાન પરેશાન થતા હોય છે તે અંગે સબંધિત વિભાગના અધિકારી સાથે આ અંગેની જરૂરી માહિતી મેળવવામાં આવેલ અને લોકોને સમયસર ખેતીવાડી વીજ પુરવઠો આપવામાં આવે અને તેમના પ્રશ્નો નો નિકાલ આવે તેવી ખાસ સૂચના આપવામાં આવેલ તેમજ ખેડૂતોના પશ્ને તેઓની અરજીઓ કરવા છતાં તેઓના પ્રીમીયમ નાં નાણા મળેલ નહોય તે અંગે આ સબંધિત વિભાગના અધિકારી શ્રી પાસેથી સંપૂર્ણ પણે માહિતી માગેલ હતી અને  તેમાં નીયામોનુંસરની કાર્યવાહી કરાવવા જણાવેલ હતું                આમ સાવરકુંડલા-લીલીયા વિધાનસભા મત વિસ્તારના સાવરકુંડલા-લીલીયા તાલુકાના તમામ લોકોના પ્રાણ પ્રશ્નોને વાચા આપી લોકો હેરાન પરેશાન નથાય અરજદારોને ખોટા ધર્મ નાં ધક્કા ખાવા નપડે અને તેઓને ન્યાય મળી રહે તેવા શુભઆશ્ય ને ધ્યાને લઈને તાત્કાલિક ધોરણે તેમનો નિકાલ થાય તે હેતુસર ધારાસભ્ય શ્રી પ્રતાપભાઈ દુધાત દ્વારા  કલેકટર શ્રી નાં અધ્યક્ષ સ્થાને મળેલ જીલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ હેઠળ ની બેઠકમાં જીલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ માં પ્રશ્નો રજુ કરવામાં  અને તેમનો ઉકેલ લાવવા ખાસ ભાર મુક્યો હતો

Follow Me:

Related Posts