ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા આયોજિત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મહાત્મા ગાંધી વિષય પર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ધોરણ ૧ થી ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે. સ્પર્ધક વધુમાં વધુ એક કૃતિ રજુ કરી શકશે. કૃતિની નીચે RENAME કરી સ્પર્ધકે કૃતિનું શીર્ષક અને સ્પર્ધકનું નામ ફરજીયાત દર્શાવવાનું રેહશે. આ કૃતિ લલિતકલા અકાદમીનાં ઈમેઈલ આઈડી gslka.independence@gmail.com પર તા.૧૫-૦૯-૨૦૨૧ સુધી નિયત ફોર્મમાં પોતાની સંપૂર્ણ વિગત ભરીને ઓનલાઈન કૃતિ રજુ કરવાની રેહશે. અધુરી વિગતો કે કચેરીને રૂબરૂ/કુરીયર થી મોકલવામાં આવેલ ફોર્મ અને કૃતિ સ્પર્ધા માટે માન્ય ગણવામાં આવશે નહિ.
રાજ્યકક્ષાએ આ ચિત્ર સ્પર્ધામાં પ્રથમ વિજેતાને રૂ.૭,૦૦૦/-, દ્વિતીય વિજેતાને રૂ.૫,૦૦૦/- તથા તૃતીય વિજેતાને રૂ.3,000/- એમ ત્રણ ઇનામો આપવામાં આવશે. જેમાં ૧૦ વિજેતા કલાકારોની પસંદગી થશે. તેઓ પૈકી પ્રથમ વિજેતાને રૂ.૨૫,૦૦૦/-, દ્વિતીય વિજેતાને રૂ.૧૫,૦૦૦/- તથા તૃતીય વિજેતાને રૂ.૧૦,૦૦૦/- એમ ત્રણ ઇનામો અને બાકી સાત વિજેતાઓને (પ્રત્યેકને) રૂ.૫,૦૦૦/- પ્રોત્સાહક ઇનામ પણ અપાશે. આ સ્પર્ધાની વધારે માહિતી માટે કચેરીના ફોન નંબર ૦૨૭૯૨ ૨૨૩૬૩૦નો સંપર્ક કરવનો રહેશે
Recent Comments