fbpx
અમરેલી

આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ૧૦૦ દિવસ ઝુંબેશ કાર્યક્રમને વેગવંતુ બનાવવા વિવિધ કાર્યક્રમો યોજાયા

અમરેલી જિલ્લામાં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત સ્વચ્છતા ઝુંબેશને વધુ વેગવંતુ બનાવવા રાજયની તમામ ગ્રામ પંચાયતોમાં સમગ્ર ઓકટોબર માસમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લામાં સ્વચ્છતાલક્ષી કાર્યક્રમો જેવા કે સ્વચ્છતાના શપથ, ગ્રામસભા, શેરી નાટક, ગ્રામ સફાઇ, જાહેર સ્થળોની સફાઇ, સહકારી અને સરકારી કચેરીઓની સફાઇ, નિબંઘ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, વિગેરે સ્વચ્છતા જીવન શૈલીનો એક ભાગ બનાવવા પ્રજાજનોમાં સ્વચ્છતાલક્ષી જાગૃતિ આવે અને તેનાથી થતા લાભો, સ્વાસ્થ્ય સબંઘી વિસ્તૃત માર્ગદર્શન આપી છેવાડાના ગામો સુઘી સ્વચ્છતામાં સહભાગી બને તેવા પ્રયત્નો કરવામાં આવે છે.

આ ઉપરાંત ગ્રામ પંચાયતમાં વ્યકિતગત અને સામુહિક સોકપીટ, સીંગલ યુઝ પ્લાસ્ટીક મુકત કરવા, સામુહિક સ્થળોની સફાઇ, પ્રવાહી કચરા વ્યવસ્થાપન, ઘન કચરા વ્યવસ્થાપન અને પ્લાસ્ટીક કચરાનો યોગ્ય નિકાલ થાય તેવા મુદાઓ પર ભાર મુકી આઇ.ઇ.સી. પ્રવૃતિ મારફત જનભાગીદારી નોંઘાવી લોકોને સ્વચ્છતા અંગે જાગૃત કરી જિલ્લાના તમામ તાલુકાના ગ્રામ્ય લોકોને સ્વચ્છતા રાખવા આહવાન કરવામાં આવે છે.

Follow Me:

Related Posts