આઝાદીકા અમૃત મહોત્સવ અને ફીટ ઇન્ડિયા કાર્યક્રમ અંતર્ગત જિલ્લા રમતગમત અધિકારી દ્વારા તારીખ 7 થી 9 ફેબ્રુઆરી 2020 ના રોજ આયોજીત જિલ્લા ગ્રામ્ય કક્ષાનો કલા મહાકુંભ યોજાયેલ
આઝાદીકા અમૃત મહોત્સવ અને ફીટ ઇન્ડિયા કાર્યક્રમ અંતર્ગત જિલ્લા રમતગમત અધિકારી દ્વારા તારીખ 7 થી 9 ફેબ્રુઆરી 2020 ના રોજ આયોજીત જિલ્લા ગ્રામ્ય કક્ષાનો કલા મહાકુંભ યોજાયેલ ,જેમાં સમગ્ર જિલ્લામાંથી તાલુકા દીઠ દરેક સ્પર્ધામાં ભાગ લીધેલ .જેમાં રાસ, ગરબા, લોકનૃત્ય, ભરતનાટ્યમ ,સમૂહગીત, સર્જનાત્મક, દુહા- છંદ -ચોપાઈ ,એકપાત્રિય અભિનય, વકતૃત્વ સ્પર્ધા જેવી કૃતિઓ વિભાગ૬ થી ૧૪ વર્ષના બાળકો. શ્રી શાહ ગુલાબચંદ ઝવેરચંદ કેન્દ્રવર્તી શાળા ના બાળકો એ (૧)ભરતનાટ્યમ૨(૨) સમૂહ ગીત અને(૩) રાસ ની સ્પર્ધામાં તાલુકામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને જિલ્લા કક્ષાએ તળાજા તાલુકા નું પ્રતિનિધિત્વ કરેલ. જેમાં ભરતનાટ્યમ માં માધવીબેન હરકટ(ધોરણ-૮) સમુહ ગીતમાં (ધોરણ 5 થી 8 બહેનનો) રાસ( ધોરણ 5 થી 8 ના બેનો) ની ટીમે ભાગ લીધેલ. જેમાં જિલ્લા કક્ષાએ યોજાયેલ આ સ્પર્ધાઓમાં શાળાના બાળકોએ ભરતનાટ્યમ માં પ્રથમ નંબર .સમુહગીતમાં દ્વિતીય નંબર. રાસમાં તૃતીય નંબર પ્રાપ્ત કરેલ અને તળાજા તાલુકા નું ગૌરવ વધારેલ .તાલુકાના કન્વિનરશ્રીવી.એમ. જાળેલા સાહેબ તેમજ શાળાના આચાર્ય શ્રી આપાભાઈ હરકટ દ્વારા ખૂબ જ માર્ગદર્શન પ્રાપ્ત થયેલ. આ સ્પર્ધાઓ માટે અથાક મહેનત કરનાર શાળાના શિક્ષકો શ્રી ભરતભાઈ મેવાડા, નરેશભાઈ ધાંધલિયા, દર્શનાબેન ધાંધલીયા અને શિવાની બેન બારૈયા ને તેમજ આ સ્પર્ધામાં ભાગ લેનાર શાળાના તમામ બાળકોને આચાર્યશ્રી તેમજ ગ્રામજનો તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી અજયભાઇ જોષીએ અભિનંદન પાઠવેલ.
Recent Comments