fbpx
અમરેલી

આઝાદીકા અમૃત મહોત્સવ ઉજવણી અંતર્ગત યોજાયેલ નિબંધ સ્પર્ધામાં મતી ઝેડ.એમ. અજમેરા ગર્લ્સ હાઇસ્કુલ દામનગરની વિદ્યાર્થિનીએ દ્વિતીય ક્રમાંક મેળવ્યો

દામનગર આઝાદીકા અમૃત મહોત્સવ ઉજવણી અંતર્ગત યોજાયેલ નિબંધ સ્પર્ધામાં શ્રીમતી ઝેડ.એમ. અજમેરા ગર્લ્સ હાઇસ્કુલ દામનગરની વિદ્યાર્થિનીએ દ્વિતીય ક્રમાંક મેળવ્યો.  ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત આઝાદીકા અમૃત મહોત્સવ ઉજવણી અંતર્ગત તારીખ ૨૯.૧૨.૨૦૨૧ ના રોજ તાલીમ ભવન અમરેલી ખાતે વિવિધ સ્પર્ધાનું આયોજન થયેલ. જેમાં શ્રીમતી ઝેડ.એમ. અજમેરા ગર્લ્સ હાઇસ્કુલ દામનગરની ધોરણ-૧૦માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પરિન્દા કનુભાઈ પરમારએ નિબંધ સ્પર્ધા (માધ્યમિક વિભાગ) માં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે. કલા કૌશલ્યના માધ્યમ દ્વારા જીવનમાં ઉચ્ચ શિખર સિદ્ધ કરનાર પરિન્દાને શાળાના આચાર્યાશ્રી હંસાબેન ભેસાણીયા તેમજ શાળા પરિવારે ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા હતા.

Follow Me:

Related Posts