આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થવાથી દેશમાં વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે ગુજરાતના શિક્ષણ વિભાગે કરેલ આદેશ અનુસાર ૧ ઓગસ્ટથી આઝાદીના અમૃત મહોત્સવના ભાગરુપે દરેક શાળાઓમાં ભારત માતાનું પૂજન કરવામાં આવે, બાળકોના દેશપ્રેમની ભાવનાને વધુ બળવત્તર બનાવવાનું સુંદર આયોજન હેતુ શ્રી પી.પી.એસ.હાઇસ્કૂલ વંડા શાળામાં શાળાની બાળાઓ દ્વારા ભારત માતાને કુમકુમ તિલક કરી પૂજન કરેલ તેમજ પુષ્પો અર્પણ કરવામાં આવ્યા તેમજ ભારત માતાની આરતી કરી પૂજન કરવામાં આવ્યું.આ કાર્યક્રમની તૈયારી શાળાના શિક્ષક શ્રી સંજયભાઇ ચૌહાણે કરી હતી તેમજ પીયુષભાઇ વ્યાસે જરૂરી માહીતી પુરી પાડી હતી.
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત શ્રી પી.પી.એસ.હાઇસ્કૂલ વંડા શાળામાં યોજાયેલ ભારતમાતાનું પૂજન

Recent Comments