રમત ગમત વિભાગ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ૨ કિમીની ફીટ ઇન્ડિયા ફ્રિડમ રનનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી ૨૭ ઓગસ્ટના ભાઈઓ માટે અને ૨૮ ઓગસ્ટના બહેનો માટે સવારે ૦૭:૦૦ કલાકે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ચિતલ રોડ ગોળ દવાખાના થી ૨ કીમી સુધીની રહેશે. દોડમાં ભાગ લેવા માંગતા ખેલાડીઓએ રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરીને ટેલીફોનીક નંબર ૦૨૭૯૨-૨૨૧૯૬૧ પર તા. ર૬/૦૮/૨૦૨૧ સાંજના ૦૬:૩૦ વાગ્યા સુધીમાં ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ખેલાડીઓએ આધારકાર્ડની નકલ અને ૧ પાસપોર્ટ સાઈઝનો ફોટો સાથે લાવવાનો રહેશે. કોવીડ-૧૯ની સરકારની વખતો-વખતની ગાઈડલાઈનનું સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત ૨ કિમીની ફીટ ઇન્ડિયા ફ્રીડમ રનનું આયોજન

Recent Comments