fbpx
અમરેલી

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિઝન ફોર ઈન્ડિયા ૨૦૪૭‘ વિષય પર પત્ર લેખન સ્પર્ધા યોજાશે

શાળાના વિદ્યાર્થીઓ તેમજ સમાજના સામાન્ય વર્ગ સુધીના લોકો જે પોતાની લેખનકળાને ઉજાગર કરવા માગતા હોય તેમના માટે ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ ઢાઈ આખર પત્ર લેખન સ્પર્ધાનું આયોજન દર વર્ષની માફક કરવામાં આવે છે. વિજેતા ઉમેદવારને રૂ. ૫ હજારથી ૨૫ હજાર સુધીના રોકડ ઇનામ આપવામાં આવશે. વિષય-૨૦૪૭નું ભારત આ વિષય ઉપર ૧૮ વર્ષથી નીચેના બાળકોએ આંતરદેશીય પત્ર કાર્ડ અથવા એ-૪ સાઈઝના કોરા કાગળમાં જ લખવાનો રહેશે,જે પરબીડિયા કવરમાં પેક કરીને મોકલવાનો રહેશે.

વયના પ્રમાણપત્ર માટે વિદ્યાર્થીઓએ જન્મનું સર્ટિફિકેટ ફરજિયાત જોડવાનું રહેશે. પત્ર અંગ્રેજી,હિન્દીઅથવા ગુજરાતીમાં લખી શકાશે. પત્ર ફરજિયાત હસ્તલિખિત જ હોવા જોઈએ. પત્ર મોકલવાની છેલ્લી તારીખ ૩૧ ઓક્ટોબર,૨૦૨૨ રહેશે. વધુ જાણકારી માટે નજીકની પોસ્ટ ઓફિસ અથવા કિશોરભાઈ ભટ્ટ (માર્કેટિંગ એક્જીક્યુટિવ,અમરેલી ડીવિઝન) નો સંપર્ક નં. ૦૨૭૯૨ ૨૨૩૨૮૮/૯૪૨૭૫૫૭૩૫૦ પર સંપર્ક કરવો એવું પબ્લિક રીલેશન ઇન્સપેક્ટરશ્રી પોસ્ટ.અમરેલીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts