અમરેલી

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રોકડિયા હનુમાનપરા પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓનો ઉત્કૃષ્ઠ દેખાવ

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સી.આર.સી. કક્ષાનાં કલા મહોત્સવનું આયોજીત કન્યાશાળા અમરેલી ખાતે યોજવામાં આવેલ જેમાં (૧) ગાયન સ્પર્ધામાં- જોષી ઝીલ ધર્મેન્દ્રભાઇ પ્રથમ ક્રમાંક, (૨) ચિત્ર સ્પર્ધામાં- ડાભી રીંકલ રાજેશભાઇ પ્રથમ ક્રમાંક, (૩) વાદન સ્પર્ધામાં- મકવાણા કલ્પેશ અરવિંદભાઇ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી શાળાનું તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમરેલીનું ગૌરવ વધારેલ છે.

જે બદલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી તુષારભાઈ જોષી, શાસનાધિકારીશ્રી હિરેનભાઇ બગડા, શિક્ષણ સમિતિની ટીમ તથા આચાર્યશ્રીએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવેલ છે. ઉપરોક્ત સ્પર્ધાઓનાં માર્ગદર્શક તરીકે શાળાનાં શિક્ષકો શ્રી નયનાબેન શુક્લ તથા શ્રી નિલાબેન મહેતાએ જહેમત ઉઠાવી હતી.

Related Posts