આઝાદી પછી પહેલીવાર જૈન મુનિ આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજ પાકિસ્તાનમાં વિહાર કરવા પહોંચ્યા
જૈનોના ગચ્છોના ગુરુદેવ વિજયાનંદ સુરી મહારાજ(આત્મારામજી મહારાજ)ના ચરણ પાદુકાના દર્શન કરશે
દેશના ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યુ છે કે, કોઈ જૈન મુનિ પાકિસ્તાનમાં વિહાર કરવા પહોંચ્યા છે. વડોદરાના જૈન મુનિ વિહાર કરવા પાકિસ્તાન પહોંચી ગયા છે. આ માટે તેઓએ વાઘા અટારીથી પાકિસ્તાનમાં પ્રવેશ કર્યો હતો. તેઓ આ બાદ લાહોરના સરકારી મ્યૂઝિયમમાં મૂકાયેલ જૈનોના ગચ્છોના ગુરુદેવ વિજયાનંદ સુરી મહારાજ (આત્મારામજી મહારાજ) ના ચરણ પાદુકાના દર્શન કરશે.વડોદરામાં વિહાર કરી ચૂકેલા જૈન મુનિ વિહાર કરવા પાકિસ્તાન પહોંચ્યા છે. ભારત પાકિસ્તાનના ભાગલા થયા બાદ પ્રથમ વખત કોઈ જૈન મુનિ પાકિસ્તાન પોહોચ્યા હોય તેવુ બન્યું છે. આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજ આવતીકાલે લાહોર પહોંચશે. વિહાર કરતા કરતા તેઓએ અટારી વાઘા બોર્ડરથી પાકિસ્તાનમાં પ્રવેશ મેળવ્યો હતો. આ બાદ તેઓ આવતીકાલે ૨૨ મેના રોજ લાહોરના ગુજરાવાલામાં સરકારી મ્યુઝિયમ સ્થિત જૈનોના ગચ્છોના ગુરુદેવ વિજયાનંદ સુરી મહારાજ(આત્મારામજી મહારાજ)ના ચરણ પાદુકાના દર્શન કરશે.
લાહોર યુનિવર્સિટીમાં આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજ પહોંચ્યા બાદ પાકિસ્તાનમાં વિહાર પર નીકળશે. જૈન મુનિના પાકિસ્તાન પ્રવાસ વિશે માહિતી આપતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે, આચાર્ય ધર્મધુરંધરસુરી મહારાજ ૪ વર્ષ પહેલા વડોદરામાં માંજલપુર જૈન સંઘમાં ચાતુર્માસ કરવા આવ્યા હતા. કોરોના કાળમાં તેઓએ પાવાગઢમાં ચાતુર્માસ કરવા પધાર્યા હતા. આ સમયે એમ.એસ.યુનિવર્સિટીએ તેમને પુસ્તક લખવા માટે રિક્વેસ્ટ કરી હતી, જેથી આચાર્યએ જીવ જગત નામનુ પુસ્તક લખ્યું હતું અને જીવ જગત પુસ્તકનું વિમોચન એમ.એસ.યુનિવર્સિટીમાં કરવામાં આવ્યું હતું. કોરોનાકાળમાં આચાર્ય ધર્મધુરંધરસુરી મહારાજે ઓનલાઇન અભ્યાસ કરાવ્યો હતો.વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધરસુરી મહારાજ મૂળ પંજાબના છે અને વર્ષો પહેલા તેઓએ આખા પરિવાર સાથે દિલ્હીમાં જૈન દિક્ષા લીધી હતી અને તેમની તમામ સંપતિ સમાજને દાનમાં આપી દીધી હતી.ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના ગુજરાવાલા શહેરમાં એક સમયે જૈનોનો વસવાટ હતો. ગુજરાવાલા શહેરમાં આજે પણ અનેક જૈન દેરાસર આવેલા છે.
Recent Comments