રાષ્ટ્રીય

આઝાદી બાદ ભારતમાં પહેલી હોરર ફિલ્મ મહેલ હતી તેના વિશે રસપ્રદ વાતો

હિન્દી સિનેમાની શરૂઆત ૧૯૧૨ બાદ થઈ હતી. આઝાદી પહેલાથી જ હિન્દી સિનેમા સાથે બ્રિટિશર્સનું જાેડાણ રહ્યું હતું, તેથી આઝાદી પહેલા પણ ફિલ્મો બનતી રહી હતી. પરંતુ ભારતના આઝાદ થયા બાદ પણ એક એકથી ચઢિયાતી ફિલ્મો બની હતી. આજના સમયમાં બોલિવુડની ફિલ્મો તહેલકો મચાવી રહી છે. હિન્દી સિનેમાની શરૂઆત ૧૯૧૨ માં થઈ હતી. આપણો દેશ વર્ષ ૧૯૪૭ માં આઝાદ થયો હતો. આઝાદી પહેલાની અને આદાઝી બાદના સિનેમામાં જમીન આસમાનનો ફરક રહ્યો છે. ભારત આઝાદ થયા બાદ દિગ્ગજ નિર્દેશકો અને કલાકારાઓ એવી ફિલ્મો બનાવી જે દર્શકોના દિલોદિમાગ પર છાપ છોડીને ગઈ. આવામાં શુ તમને ખબર છે કે પહેલી કઈ હોરર ફિલ્મ આઝાદ ભારતના ફિલ્મી પડદે આવી હતી. જ્યારે આ ફિલ્મ પડદા પર રિલીઝ થઈ તો દર્શકોના હોંશ ઉડી ગયા હતા. બ્રિટિશ હુકુમતથી આઝાદા થયા બાદ ભારતની પહેલી હોરર ફિલ્મ મહલ હતી. આ ફિલ્મ ૧૯૪૯ માં આવી હતી. ફિલ્મ મહલમાં અશોક કુમાર અને મધુબાલા મુખ્ય ભૂમિકામાં હતા. ડાયરેક્ટર કમાલ અમરોહીની આ ડેબ્યુ ફિલ્મ હતી.

આ ફિલ્મમાં ખેમચંદ પ્રકાશે સંગીત આપ્યુ હતું. ફિલ્મ મહલથી બોલિવુડની દિગ્ગજ ગાયિકા લતા મંગેશકરને અસલી ઓળખ મળી હતી. ફિલ્મમાં લતા મંગેશકરે ‘આયેગા આનેવાલા’ ગીતમાં પોતાનો અવાજ આપ્યો હતો. ફિલ્મ મહલને વર્ષ ૧૯૪૯ માં મોટા પડદા પર રિલીઝ કરાઈ, અને દર્શકોને પણ તે ખૂબ પસંદ આવી. ફિલ્મની વાત એવી હતી કે, એક એવી મહિલા જેનુ નામ કામિની (મધુબાલા) હોય છે. કામિની પોતાના પ્રેમનો લાંબા સમયથી મહલમાં રાહ જાેઈ રહી હોય છે. પરંતુ પ્રેમીની નાવડી પાણીમાં ડૂબી જાય છે અને તે મરી જાય છે. તેના થોડા દિવસ બાદ પ્રેમીની રાહ જાેઈને મહલમાં જ કામિનીનું મોત થઈ જાય છે. આ બાદ હરિશંકર (અશોક કુમાર) આ જ મહેલમાં રહેવા આવે છે. જેના બાદ તેમને કામિનીનો અવાજ આખા મહેલમાં ગુંજતો સંભળાય છે. હરિ શંકર કામિનીનો અવાજ સાંભળીને તેને ચારેતરફ શોધવા લાગે છે, આ રીતે ફિલ્મની સ્ટોરી આગળ વધે છે. પરંતુ કામિનીની આત્માએ જાેનારા દર્શકોના રુંવાડા ઉભા કરી દીધા હતા.

Related Posts