જસદણના આટકોટ ખાતે પાટીદાર સમાજ દ્વારા નિર્મિત કે.ડી.પરવાડીયા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું લોકાર્પણ દેશના પ્રધાનસેવક નરેન્દ્રભાઇ મોદીના વરદ હસ્તે કરવામાં આવ્યું. હોસ્પિટલનું લોકાર્પણ કરી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતવાસીઓને આરોગ્ય ક્ષેત્રે મોટી ભેટ અર્પણ કરી છે. આટકોટમાં આશરે 40 કરોડના ખર્ચે 200 બેડની ચેરિટી હોસ્પિટલમાં ફાઇવસ્ટાર જેવી સુવિઘાઓથી સજ્જ હશે. આ કાર્યક્રમમાં રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું સ્વાગત કર્યુ તેમજ હોસ્પિટલના અધિકારીઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું રેતી દ્વારા ચિત્રકામ કરેલ તસ્વીર ભેટ આપી સ્વાગત કર્યું.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી એ સંબોધન કરતા જણાવ્યું કે, મને આંનદ છે કે આજે આ માતૃ કે.ડી.પી મલ્ટીસ્પેશિયાલીસ્ટનો શુભારંભ થયો છે. આ હોસ્પિટલ સૌરાષ્ટ્રમાં સ્વાસ્થ સેવાને વધુ સારી બનાવવામાં મદદ કરશે. જયારે સરકારના પ્રયાસમાં જનતાનો પ્રયાસ જોડાય ત્યારે સેવા કરવાની આપણી શક્તિ અનેક ગણી વધી જાય છે. રાજકોટમાં બનેલ આ આધુનિક હોસ્પિટલ એક ઉત્તમ ઉદાહરણ છે. કેન્દ્રમાં ભાજપના નેતૃત્વ વાળી એનડીએ સરકાર રાષ્ટ્ર સેવાના આઠ વર્ષ પુરા કરી રહી છે.
રાજયના પુર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી,સાંસદ સભ્યોઓ તેમજ શહેર અને જીલ્લાના ધારાસભ્યઓ,જીલ્લા અને શહેરના પદાધિકારીઓ તેમજ પ્રદેશના ઉપાધ્યક્ષશ્રી ભરતભાઇ બોઘરાએ વડાપ્રધાનનું સ્વાગત કર્યું. આ કાર્યક્રમમાં હોસ્પિટલ મેનેજીંગ ટ્રસ્ટી અને પ્રદેશના ઉપાધ્યક્ષ ભરતભાઇ બોઘરાએ સ્વાગત પ્રવચન કર્યું.
Recent Comments