વિડિયો ગેલેરી

આટકોટમાં દુકાનમાં ૪ ગેસના સિલિન્ડર ધડાકાભેર ફાટ્યા, કોઈ જાન હાની નહિ

રાજકોટ જિલ્લાના આટકોટમાં બસ સ્ટેશન પાસે આવેલી એક દુકાનમાં એક પછી એક એમ ચાર ગેસના સિલિન્ડર ધડાકાભેર ફાટતાં આગ લાગી હતી. આગ લાગતાં જ દુકાનની અંદર રહેલી તમામ વસ્તુ બળીને ખાખ થઈ ગઈ હતી. આગ લાગતાં જ દૂર દૂર સુધી ધૂમાડાના ગોટે ગોટા જાેવા મળ્યાં હતાં. જાે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આટકોટમાં બસ સ્ટેશન પાસે સત્યમ હોસ્પિટલ પાસે આવેલ મહોબત ખપે નોનવેજની દુકાનમાં આગ લાગતા ધુમાડાના ગોટેગોટા મળ્યા હતાં.

જેને જાેવા માટે લોકો ઉમટી પડ્યા હતાં. નોનવેજની દુકાનમાં ગેસના ૪ બાટલા પડ્યાં હતા. આ ચારેય બાટલા વારાફરતી ફાટવા લાગ્યા હતા. બોમ્બ ઊટતા હોય તેવો અવાજ નીકળતા રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો પણ ગભરાય ગયા હતા. તેમજ આજુબાજુમાં રહેતા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જસદણથી ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતાં અને આ આગને કાબૂમાં લીધી હતી.

થોડીવાર માટે હાઈવે બંધ કરવામાં આવ્યો હતો. જસદણથી ફાયર બ્રિગેડના જવાનોએ જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. આગ લાગતાં ઁય્ફઝ્રન્ દ્વારા પણ ઉપર વાયર હોવાથી લાઈટો બંધ કરવામાં આવી હતી. આગની ઘટનામાં તમામ વસ્તુ બળીને ખાખ થઈ ગઈ હતી. જાે કે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

Related Posts