ગત તા. ૦૮ મે ૨૦૨૩ થી પ્રારંભ કરવામા આવેલ ધારી વિધાનસભા સીટના પ્રવાસ અતર્ગત આજ તા. ૦૯ ના રોજ એટલે કે પ્રવાસના બીજા દિવસે અમરેલીના સાસદ શ્રી નારણભાઈ કાછડીયા અને ધારાસભ્ય શ્રી જ.વી.કાકડીયાએ વિધાનસભા હેઠળ આવતી શીલાણા, હડાળા, ખારી, જુના વાઘણીયા, બાલાપુર, માવજીજવા, ડેરી પીપરીયા અને જુની હળીયાદ તાલુકા પંચાયત સીટનો અધિકારીઓ સાથે પ્રવાસ ખેડયો હતો.
પ્રવાસ દરમ્યાન સાસદશ્રી અને ધારાસભ્યશ્રીએ બગસરા તાલુકાની (૧) શીલાણા તાલુકા પંચાયત સીટ હેઠળ આવતા શીલાણા, જામકા, સનાળીયા અને ખીજડીયા (ર) હડાળા તાલુકા પંચાયત સીટ હેઠળ આવતા હડાળા, નવા પીપરીયા અને આદપુર (૩) ખારી તાલુકા પચાયત સીટ હેઠળ આવતા ખારી અને નવા વાઘણીયા (૪) જના વાઘણીયા તાલુકા પંચાયત સીટ હેઠળ આવતા જના વાઘણીયા (૫) બાલાપર તાલુકા પંચાયત સીટ હેઠળ આવતા બાલાપુર અને પીઠડીયા (૬) માવજીવા તાલુકા પંચાયત સીટ હેઠળ આવતા માવજીજવા (૭) ડેરી પીપરીયા તાલુકા પચાયત સીટ હેઠળ આવતા ડેરી પીપરીયા, જેઠીયાવદર અને ચારણ પીપળી તેમજ (૮) જુની હળીયાદ તાલુકા પંચાયત સીટ હેઠળ આવતા જુની હળીયાદ અને ઘટીયાળ ગામના સ્થાનિકો તેમજ લોકોના વિવિધ પ્રશ્નો સાભળેલ હતા અને સ્થળ પર જ મોટા ભાગના પ્રશ્નોનુ નિરાકરણ લાવેલ હતુ તેમજ જટીલ પ્રશ્નોના નિરાકરણ માટે ઉપસ્થિત અધિકારીઓને જરૂરી સુચના આપેલ હતી.
આ પ્રવાસ કાર્યક્રમમા બગસરા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી પ્રદિપભાઈ ભાખર, બગસરા તાલુકા ભાજપ મહામત્રી શ્રી ખોડાભાઈ સાવલીયા, જીલ્લા પંચાયત સભ્ય શ્રી ધીરૂભાઈ માયાણી, જીલ્લા ભાજપ મત્રી શ્રી મનોજભાઇ મહીડા, બગસરા શહેર ભાજપ પ્રમુખ શ્રી ધીરૂભાઈ કોટડીયા, તાલુકા પંચાયત સભ્યો શ્રી અશ્વિનભાઈ કોરાટ, શ્રી ચંદુભાઈ નાકરાણી, તાલુકા ભાજપ પૂર્વ મહામત્રી શ્રી વિપુલભાઈ કયાડા, તાલુકા યુવા ભાજપ પ્રમુખ શ્રી રાકેશભાઈ વઘાસીયા સહીત તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, સગઠનના હોદેદારો, સરપચશ્રીઓ, સ્થાનીક આગેવાનો ગ્રામજનો અને તમામ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.
Recent Comments