ગુજરાત

આણંદઃ ચોથા માળેથી પટકાતાં યુવાનનું મોત

આણંદમાં વિદ્યાનગર રોડ પર આવેલા અથર્વ કોમ્પલેક્ષમાં એ.સી ફિટિંગ કરવા પહોંચેલો કર્મચારી ચોથા માળેથી પટકાતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. એસીનું કામ કરવા માટે આવેલો વ્યક્તિ કોમ્પ્રેસર ફીટ કરી રહ્યો હતો. ત્યારે આ દુર્ઘટના બનીહોવાની પ્રાથમિક માહિતી મળી હતી. આણંદ પોલીસે ઘટના અંગે કાયદેસરની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આણંદના અફીશ સર્વિસીસ ખાતે એ.સી ટેક્નિશિયન તરીકે નોકરી કરતો આંકલાવ તાલુકાનાં કંજાેડા ગામનો ૩૨ વર્ષીય યુવાન મનોજ પરમાર આણંદના વિદ્યાનગર રોડ ખાતે અથર્વ કોમ્પલેક્ષમાં આવેલા એસ્ટ્રોક યોગ સેન્ટરમાં એ.સી ફિટિંગ કરવા માટે ગયો હતો. ફિટિંગ દરમિયાન ગેસ પ્રેસરના કારણે તે સંતુલન ગુમાવી દેતા ચોથા માળેથી નીચે પટકાયો હતો. જેના પગલે તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ આકસ્મિક ઘટનાને લઇ મૃતકના પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી છે. ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આણંદ પોલીસે ઘટના અંગે માહિતી મળતા પહોંચી હતી. તે અંગે જરૂરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો છે. આ ઉપરાંત આગળની કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે.

ચોથા માળે કામ કરી રહેલા યુવાનને કોઇ પણ પ્રકારની સેફ્ટી વગર કેમરિપેરિંગ માટે જવા દેવામાં આવ્યો. યુવાન ચોથા માળ જેટલી ઉંચી જગ્યાએ કામ કરી રહ્યો હતો. આ કામ ખુબ જ જાેખમી અને કોમ્પલેક્ષની બહાર લટકીને કરવાનું હોવા છતા પણ તેને કોઇ પણ પ્રકારનાં સુરક્ષા ઉપકરણો વગર જ કામ માટે મોકલી દેવાયો. ત્યારે યુવાન જે કંપનીમાં કામ કરતો હતો તેની સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. હાલ તો આ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરી છે.

Related Posts