ગુજરાત

આણંદના ઈરમા ખાતે LIC-ઈરમા સોશિયલ ટ્રેલબ્લેઝર પ્રોગ્રામ હેઠલ શોર્ટલીસ્ટેડ સ્ટાર્ટઅપ્સ માટે યોજાયો કાર્યક્રમ

આણંદ સ્થિત ઇરમા ખાતે એલઆઈસી-ઇરમા સોશ્યલ ટ્રેલબ્લેઝર પ્રોગ્રામ હેઠળ શોર્ટલીસ્ટેડ સ્ટાર્ટઅપસ માટે પિચિંગ સત્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે એલઆઈસીના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યાં હતાં. ઇરમા દ્વારા એલઆઈસી હાઉસીંગ ફાયનાન્સ લિમિટેડના સમર્થન સાથે એલઆઈસી – ઇરમા સોશિયલ ટ્રેલબ્લેઝર પ્રોગ્રામ હેઠળ શોર્ટલીસ્ટેડ સ્ટાર્ટઅપ્સ માટે પિચિંગ સત્રનું ઉદ્દઘાટન કર્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના ચેરમેન મિનેશ શાહ, અતિથિ વિશેષ તરીકે નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના વાઇસ પ્રેસિડેન્ટ ડો. મનીષ મિશ્રા હાજર રહ્યાં હતાં.

આ ઉપરાંત ઇરમાના ડિરેક્ટર ડો. ઉમાકાંત દાસ, એલઆઈસી હાઉસીંગ ફાયનાન્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર વાય.વી ગૌડ પણ હાજર રહ્યાં હતાં. આ પ્રસંગે મિનેશ શાહે જણાવ્યું હતું કે, ગ્રામીણ સમૃદ્ધિ હાંસલ કરવા માટે અમારે સામાજિક આધાર સાથે વધુ સાહસોની જરૂર છે. આ કાર્યક્રમ સામાજિક રીતે સભાન નેતાઓને ઉછેરશે. આજનો યુવા વર્ગ લોકો પ્રત્યે વધુ જાગૃત છે અને માત્ર નફો જ નહીં, તે આવા સાહસો છે જે પ્રગતિના ફળને છેલ્લા માઇલ સુધી લઇ જશે. ઇરમાના ઇન્ક્યુબેટર આઈસીડએ આ ઇવેન્ટની તૈયારી માટે છ મહિનામાં દેશભરના ૧૭૦થી વધુ સામાજિક સ્ટાર્ટઅપ્સ સાથે કામ કર્યું હોવાનું જણાવ્યું હતું.

Follow Me:

Related Posts