fbpx
ગુજરાત

આણંદના એક ગામના મંદિરમાં આ દ્રષ્ય જાેવા મળયું

આણંદ જિલ્લાના પેટલાદ નજીક આવેલા સીલવાઇ ગામના મંદિરમાં ચોંકાવનારું દ્રષ્ય જાેવા મળતાં ગ્રામજનોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. આ મામલે તત્કાળ પોલીસને જાણ કરાતા પોલીસ સ્થળ પર દોડી આવી હતી. મંદિરની અંદર ઠેર ઠેર લોહીના છાંટા જાેવા મળ્યા હતા જેથી પોલીસ પણ એક તબક્કે ચોંકી ગઇ હતી. મંદિરમાં કોઇ અજૂગતી ઘટના બની છે કે કેમ તે ચકાસવા માટે પોલીસે એફએસએલને બોલાવી હતી.

પેટલાદના સીલવાઈ ગામે સોમેશ્વર મહાદેવના મંદિરમાં ઠેર ઠેર લોહીના છાંટા જાેવા મળતાં ગ્રામજનો ચોંકી ઉઠ્‌યા હતા. મંદિરમાં લોહી જાણે કે રેડાયું હોય તેવું જાેવા મળ્યું હતું. કોઇના શરીરમાંથી પુષ્કળ પ્રમાણમાં લોહી વહી ગયું હોય અને તેણે મંદિરમાં આશરો લીધો હોય તેવું પ્રાથમિક અુમાન ગ્રામજનોમાં વ્યક્ત કરાયું હતું. કોણ હશે એ શખ્સ જે લોહીલુહાણ હાલતમાં મંદિરમાં ધસી આવ્યો હતો અને તેનીપર હુમલો કોણે કર્યો હતો તે સહિતના પ્રશ્નો પણ ઉઠવા પામ્યા હતા. મંદિરની બહાર પણ લોહી જાેવા મળ્યું હતું જેથી લોહીલુહાણ હાલતમાં આ શખ્સ કઇ તરફ જતો રહ્યો હશે તેની પણ ઠેર ઠેર ચર્ચા થઇ રહી હતી.

આખરે ગ્રામજનોએ પોલીસને બોલાવી હતી. પોલીસ પણ મંદિરમાં લોહી જાેઇને ચોંકી ઉઠી હતી અને કંઇક અજૂગતુ બન્યું છે કે કેમ તેની તપાસ શરુ કરી હતી. પોલીસે આ માટે ફોરેન્સીક ટીમને સ્થળ પર બોલાવી હતી. ફોરેન્સીક ટીમે સ્થળ પર આવી સ્થળ પરથી લોહી સહિતના જરુરી લાગે તેવા પુરાવા એકત્ર કર્યા હતા અને તપાસ શરુ કરી હતી.

જાે કે સમગ્ર મામલે હ્લજીન્ દ્વારા તપાસ કરતા આ લોહી કોઈ પશુનું હોવાનો ઘટસ્ફોટ થયો હતો. મંદિરમાં જાેવા મળેલું લોહી કોઈ વ્યક્તિનું ન હોવાની હકીકત બહાર આવતાં પોલીસ સહિત ગ્રામજનોને હાશકારો થયો હતો. મંદિરમાં લોહી દેખાતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. પોલીસે કહ્યું કે મંદિરમાં રહેલું લોહી માનવ લોહી નથી.હાલના તબક્કે કોઇ ઘાયલ પશુ દિવાલ કુદીને મંદિરમાં પ્રવેશ્યું હોવાનું અનુમાન થઇ રહ્યું છે. જાે કે મંદિરમાં મળેલા લોહીથી લોકોના જીવ અદ્ધર થઇ ગયા હતા. એફએસએલનો રિપોર્ટ આવતાં સહુને રાહત થઇ હતી.

Follow Me:

Related Posts