ગુજરાત

આણંદના કાસોર ગામે સતકૈવલ મંદિરમાં મૂર્તિ ખંડિત કરનાર સીસીટીવીમાં કેદ

આણંદ તાલુકાના કાસોર ગામના વિજયપુરા ખાતે બાલકુબેર સતકેવલ મંદિર આવેલું છે. અને તેમા છોકરાઓની હોસ્ટેલ તેમજ સ્કૂલ પણ આવેલી છે. જેનુ તમામ સંચાલન હાલ કાસોર વિજયપુરા બાલકુબેર મંદિર ખાતે રહેતા દાહોદના મહેશભાઈ કચરાભાઈ આહીર કરે છે. મંગળવારે વહેલી સવારે સાડા છ વાગ્યાના આસપાસ મહેશભાઈ જાગ્યા હતા. દરમિયાન એ સમયે મંદિરના પૂજારી મનુભાઈ કોદરભાઇ પટેલ તેમની પાસે આવ્યા હતા અને તેમણે મંદિરના દરવાજાના તાળા તુટેલા હોવાની વાત કરી હતી. જેથી મહેશભાઈ, મનુભાઈ તેમજ સ્ટાફના ગોપાલભાઈ, વિષ્ણુભાઈ, વિજયભાઈ સહિતના માણસો તુરંત જ મંદિરમાં ગયા હતા. મંદિરની ચારે તરફ તપાસ કરતા બાલકુબેર મહારાજના મંદિરની ઉત્તર દિશાના જમણી બાજુના જાળીવાળા દરવાજા તાળુ તુટેલુ હતું અને દરવાજાે પણ ખુલ્લો હતો. તેમજ મંદિરના ગર્ભગૃહ વાળા દરવાજાનુ તાળુ પણ તૂટેલુ હતું અને દરવાજાે ખુલ્લો હતો. દરમિયાન, તેમણે તપાસ કરતાં મૂર્તિના જમણા હાથની આંગળીનો ભાગ તુટેલો હતો.

જેથી મંદિરમાં તપાસ કરતા કોઈ ચીજ વસ્તુ કે રોકડ રકમની ચોરી થઈ હોવાનું જણાઈ આવ્યું નહોતું. મંદિરના તાળા તૂટેલા જાેતા સંચાલક મહેશભાઈ આહિર સહિતના માણસો દ્વારા મંદિરના સીસીટીવી કેમેરાની ચકાસણી કરતા રાત્રિના ત્રણ વાગ્યાના અરસામાં બે શખ્સો ચોરી કરવા પ્રવેશ કરતા અને બહાર નીકળતા જાેવા મળ્યા હતા. તેઓ દ્વારા જાણે મૂર્તિને ચેક કરાતી હોય તેમ પણ ફૂટેજમાં જાેઈ શકાય છે. હાલમાં સમગ્ર બનાવ સંદર્ભે ભાલેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાતા પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ કબજે લઈ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.આણંદ તાલુકાના કાસોર ગામ સ્થિત બાલકુબેર સતકૈવલ મંદિરમાં રાત્રિના સમયે બે અજાણ્યા શખસોએ મંદિરના જાળીવાળા દરવાજાના તાળાં તોડી તેમાં પ્રવેશી મૂર્તિને ખંડિત કરી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર બનાવની જાણ મંગળવારે સવારમાં ગામમાં થતાં લોકોના ટોળેટોળાં મંદિરે ઉમટી પડ્યા હતા. આ મામલે ભાલેજ પોલીસ દ્વારા સમગ્ર બનાવ અંગે ચોરીના પ્રયાસની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. નોંધનીય છે કે, મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા સીસીટીવી ફૂટેજની તપાસ કરતાં બે અજાણ્યા શખસોને સંડોવણી ખુલી છે.

Follow Me:

Related Posts