fbpx
ગુજરાત

આણંદના ગોલ્ડ સિનેમાના બેઝમેન્ટમાં આગ, પ્રેક્ષકોને મહામહેનતે બહાર કાઢવામાં આવ્યાં

આણંદ શહેરના ટ્રાફિકથી ધમધમતા વિદ્યાનગર રોડ પર આવેલા ગોલ્ડ સિનેમાના બેઝમેન્ટમાં શુક્રવારની મોડી રાત્રે રહસ્યમય સંજાેગોમાં આગ ભડકી હતી. ફુલમાર્ટના ગોડાઉનમાં લાગેલી આગે જાેત જાેતાનામાં ભયંકર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેના કારણે પ્રેક્ષકો પણ ફસાયાં હતાં. જેને મહામહેનતે બહાર કાઢવામાં આવ્યાં હતાં. જાેકે, મહત્વની બાબત એ છે કે, રાત્રે આગ બુઝાવ્યા બાદ બીજા દિવસે સવારે લાશ મળી હતી.જે ફુલમાર્ટના સંચાલકના કાકાની હોવાનું ખુલ્યું હતું. હાલ આ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Follow Me:

Related Posts