આણંદના પેટલાદના સીમરડામાં સુમનભાઈ ધુળાભાઈ ઠાકોર રહે છે. તેઓ જમી પરવારીને ગરમી હોય ઘરના મુખ્ય દરવાજાને તાળું મારી રવેશીમાં સુઈ ગયા હતા. દરમિયાન, એ સમયે તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવ્યું હતું અને તેમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂપિયા ૧.૯૦ લાખની મતાની ચોરી કરી હતી. જેની જાણ તેમને સવારમાં થતાં તેમણે પેટલાદ શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. એ જ રીતે બીજી તરફ કસુંબાડ-નાપાડ રોડ પર આવેલા ટેકરાવાળા ફળીયામાં રહેતા કનુભાઈ દોલતસિંહ ચૌહાણ તથા તેમના કુટુંબી ભત્રીજા મણી ખોડા ચૌહાણના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને તેમાંથી રૂપિયા ૮૮ હજારની મતાની ચોરી કરી હતી. આ બંને બનાવ સંદર્ભે પોલીસે ચોરીનો ગુનો નોંધી ડોગ સ્કવોડ અને એફએસએલની મદદ લઈ ચોરીનું પગેરૂં શોધવાની કવાયત હાથ ધરી છે.આણંદ જિલ્લામાં તસ્કરોને પકડવામાં નિષ્ફળ રહેલી પોલીસને મોંઢે તસ્કરોએ વધુ એક લપડાક મારી છે. જેમાં પેટલાદમાં દરવાજાને તાળું મારીને રવેશીમાં સુઈ રહેલાં મકાનમાલિકના ઘરમાંથી રૂપિયા ૧.૯૦ લાખની તથા બોરસદના કસુંબાડમાંથી કાકા અને ભત્રીજાના બે મકાનને નિશાન બનાવી રૂપિયા ૮૮ હજારની મતાની ચોરી કરી હતી. આ મામલે પેટલાદ અને બોરસદ પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આણંદના પેટલાદ અને બોરસદમાં ૨.૭૮ લાખનો હાથફેરો કરી ચોર ફરાર

Recent Comments