fbpx
ગુજરાત

આણંદના વલ્લભવિદ્યાનગરમાં ૧૯ વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત

આણંદ પાસેના વલ્લભવિદ્યાનગરમાં ૧૯ વર્ષીય યુવકનું હાર્ટ એટેકમાં મોત નિપજ્યું છે. સમરસ હોસ્ટેલમાં રહેતા યુવકને સારવાર મળે તે પહેલાં જ મોત થતા સમગ્ર હોસ્ટેલમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે. અન્ય વિદ્યાર્થીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બાલાસિનોરના વડદલા ગામનો યુવક પિયુષ ચૌહાણ વલ્લભવિદ્યાનગરની કોલેજમાં નર્સિંગનો અભ્યાસ કરતો હતો. ગત રોજ તેને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો.

પરંતું સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યુ હતું. ૧૯ વર્ષીય પિયુષ ચૌહાણના મોતથી સમગ્ર હોસ્ટલમાં ડરનો માહોલ ફેલાયો છે. તો સાથે જ યુવકના પરિવાર પર આભ તૂટી પડ્યુ હતું. ચૌહાણ પરિવારના વ્હાલસોયા દીકરાનો હાર્ટ એટેકે જીવ લીધો.

Follow Me:

Related Posts