ગુજરાત

આણંદના સાંસદ મિતેષ પટેલ કોરોના પોઝિટિવ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી કોરોનાએ માજા મૂકી છે, ત્યારે મહાનગરો સહિત સમગ્ર ગુજરાતમાં ફરીથી તંત્ર એલર્ટ થયું છે અને કોરોના ગાઇડલાઇનને લઈને કડકાઇ શરૂ કરવામાં આવી છે. બીજી તરફ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પણ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. આણંદ જિલ્લાના સાંસદ કોરોનામાં સપડાયા છે. સાંસદ મિતેષ પટેલ કોરોના પોઝીટીવ આવ્યા છે.

દિલ્લી પ્રવાસ દરમ્યાન પોઝીટીવ આવ્યા છે. રેપીડ ટેસ્ટ દરમ્યાન પોઝીટીવ આવ્યા છે. હોમ કોરોનટાઇન કરાયા છે.

Related Posts