ગુજરાતમાં દારૂબંધી છે છતાં દારૂ પીને લોકો ડ્રાઇવિંગ કરે છે. મેં મારા બે જુવાન પુત્ર ગુમાવ્યા, તેના માટે જવાબદાર કોણ? રાજ્યમાં દારૂબંધી છે તો દારૂ આવે છે ક્યાંથી? આમાં જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા અમારી માગ છે.સોજીત્રા ખાતે રહેતા વિપુલભાઈ મિસ્ત્રીનાં પરિવારજનો રક્ષાબંધન નિમિત્તે તારાપુર પાસે ટીંબા ગામે ગયા હતા. તેઓ ત્યાંથી પરત સોજીત્રા આવવા માટે યાસીન મોહંમદભાઈ વ્હોરાની રિક્ષામાં નીકળ્યા હતા. તેઓ તારાપુર-આણંદ ધોરી માર્ગ પરથી પસાર થતા હતા એ સમયે ટીંબા ગામ પાસે અચાનક કાર, રિક્ષા અને બાઇક વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માત એટલો જબરદસ્ત હતો કે રિક્ષાચાલક યાસીન વ્હોરા સહિત બે લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય ચારનાં સારવાર દરમિયાન મોત થયાં હતાં. આમ, આ ઘટનામાં કુલ છ વ્યક્તિનાં મોત નીપજ્યાં હતાં. આ દુર્ઘટનામાં કાર રોડ પરથી ઊતરીને બાજુના ખેતરમાં ઝાડ સાથે અથડાઇ હતી. કારચાલક ઘવાયેલી હાલતમાં મૃતકોની મદદ કરતો હતો, પરંતું તે દારૂના નશામાં હોવાથી પોતાની જાતને પણ નહોતો સંભાળી શકતો, જેનો લથડિયા ખાતો એક વીડિયો પણ સામે આવ્યો છે. જ્યારે મૃતકોના સંબંધીઓએ ડ્રિન્ક એન્ડ ડ્રાયનો આક્ષેપ કર્યો હતો.
પોલીસે કારની તલાસી લેતાં એમાંથી એમએલએ ગુજરાત લખેલી નેમ પ્લેટ મળી આવી હતી. કારચાલકની પૂછપરછ કરતાં તે સોજીત્રાના કોંગી ધારાસભ્ય પૂનમ પરમારના જમાઇ કેતન પઢિયાર અને વ્યવસાયે વકીલ હોવાનું જણાવ્યું હતું. મારાં કાકી અને મારી બે બહેનો રક્ષાબંધન મનાવીને રિક્ષામાં મામાના ઘરેથી આવતાં હતાં. ત્યારે આ ઘટના ઘટી હતી. મને મિત્રનો ફોન આવ્યો અને હું વડોદરાથી અહીં આવ્યો છું.
જે કારચાલકે ટક્કર મારી એ દારૂના ચિક્કાર નશામાં હતો, જે અહીંના ધારાસભ્ય પૂનમ પરમારનો ઘરનો સભ્ય હોવાનું જાણવા મળ્યું છે. મેં મારા પરિવારના સભ્યો ગુમાવ્યા એ પાછા નહીં મળે, પણ પોલીસ કડક કાર્યવાહી કરે, જેથી આવી ઘટના ફરીવાર ન બને.આણંદ જિલ્લામાં કાળજું કંપાવતી ઘટના સામે આવી હતી. કાર, રિક્ષા અને બાઇક વચ્ચે થયેલા અકસ્મતામાં ૬ લોકોને કાળ ભરખી ગયો હતો, જેમાં એક પરિવારના ત્રણ સભ્ય, જે ભાઇને રાખડી બાંધીને આવતા હતા. બીજા પરિવારની બે અને એક અન્ય વ્યક્તિનું મોત થયું હતું.
આ ઘટનામાં જે કારચાલકે અકસ્માત સર્જ્યો એ કારચાલક સોજીત્રાના કોંગી ધારાસભ્ય પૂનમ પરમારનો જમાઈ કેતન પઢિયાર હોવાનું સામે આવ્યું છે, જેઓ દારૂના ચિક્કાર નશામાં હોવાનો મૃતકનાં પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે. જ્યારે એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે લથડિયા ખાતો જાેવા મળે છે.
Recent Comments