ગુજરાત

આણંદમાં કોરોનાનો કહેર યથાવત રહેતાં તંત્રની ચિંતા વધી

આણંદ તાલુકામાં સૌથી વધુ ૧૮૩ દર્દી નવા નોંધાયા છે. જ્યારે અંકલાવમાં ૨ ,ખંભાતમાં ૩ ,પેટલાદમાં ૩૨ ,બોરસદમાં ૧૪ , ઉમરેઠમાં ૩ અને તારાપુરમાં ૬ તેમજ સોજીત્રામાં ૨ કેસ નોંધાયા છે. દૈનિક સંક્રમિતોની વધતી સંખ્યા છતાં કોવિડ નિયમોને નકારતા લગ્ન સમારંભો અને સામાજિક પ્રસંગોમાં નાગરિકોની ગંભીર બેદરકારી દાખવી રહ્યા છે.જ્યારે રાજકીય પક્ષોના નેતાઓ અને આગેવાનો પણ વિજય સરઘસ રેલીઓ ,જાહેર કાર્યક્રમો અને મીટીંગો યોજી બેજવાબદાર રીતે વર્તી રહ્યા હોઈ કોરોના ફૂલીફાલી રહ્યો છે.

જાહેર કાર્યક્રમો અને લગ્ન સમારંભોના ઉમંગી માહોલમાં અનેક જગાએ કોવિડ ગાઈડલાઈનની અણદેખી થઈ રહી છે. જિલ્લામાં અત્યાર સુધીના સંક્રમિત દર્દીઓનો કુલ આંકડો ૧૩૭૪૧ સુધી પહોંચ્યો છે. જેમાંથી અત્યાર સુધી ૧૧૫૩૨ ને સારવાર બાદ સારું થઈ જતાં તેમને રજા આપી દેવામાં આવી છે. અત્યાર સુધી કોરોના કુલ ૭૧૦૨૮૨ ટેસ્ટ થયા છે. હાલ ૨૭ દર્દી કરમસદ શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જ્યારે ૨૫ અન્ય ખાનગી હોસ્પિટલમાં દાખલ છે.તો બીજી તરફ ૨૧૦૭ સંક્રમિતોને હોમએસોલેસનમાં સારવાર અપાઈ રહી છે.આજે ૧૮૧ દર્દીઓ સાજા થયેલ છે.૮ દર્દી ઓક્સિજન ઉપર ,૩ બાયપેય અને ૨ દર્દી વેન્ટીલેટર ઉપર કોરોના સામે ઝઝૂમી રહ્યા છે.કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓનો અત્યાર સુધીનો મૃત્યુઆંક ૫૦ નોંધાયો છે.

આણંદ જિલ્લામાં કોરોનાના નવા ૨૪૫ કેસ નોંધાતા સરકારી તંત્રની ચિંતા વધી છે. આણંદ જિલ્લામાં નોંધાયેલા કોરોનાના એક્ટિવ કેસ ૨૧૫૯ થયા છે. આણંદ જિલ્લામાં કોરોના સંક્રમિતોની વધતી સંખ્યાએ ચિંતાજનક પરિસ્થિતિ ઉભી કરી છે. આરોગ્ય વિભાગની કોરોનાની સત્તાવાર યાદી મુજબ કોરોના રોકેટગતિએ આગળ વધી રહ્યો છે. ૨૦૭૭ લોકોના ટેસ્ટિંગ કરાયું જેમાં નવા ૨૪૫ કેસ નોંધાયા છે. જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ૨૧૫૯ થઈ છે.

Related Posts