fbpx
ગુજરાત

આણંદમાં જનસંવાદનાં કાર્યક્રમમાં CM ભુપેન્દ્ર પટેલે તલાટીઓને કરી ટકોર

ભાદરણ ગામમાં ઘરવિહોણા લોકો માટે જમીન ફાળવવા, ગામમાં ગંદા પાણીના નિકાલ માટે સુએજ ટ્રીટમેન્ટ આણંદમાં ગઈકાલે ભાદરણ ખાતે યોજાયેલા જનસંવાદ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ તલાટીઓને ટકોર કરી હતી. તલાટીઓ અરજદારોને પેઢીનામા કરાવવા લાંબી રાહ જાેવડાવતા હોવાનું સીએમના ધ્યાનમાં આવતા તેમણે તલાટીઓને સૂચના આપી હતી. આણંદમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ભાદરણ ગામમાં ઘરવિહોણા લોકો માટે જમીન ફાળવવા, ગામમાં ગંદા પાણીના નિકાલ માટે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે જરૂરી અનુદાન ફાળવવા અને ગ્રામસંવાદમાં રજૂ થયેલા પ્રશ્નોનો સમયમર્યાદામાં ઉકેલ કરવા અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.

જેમાં સંવાદ દરમિયાન તલાટીઓ પેઢીનામુ કરાવવામાં લાંબી રાહ જાેવડાવતા હતા. સીએમ પટેલને અરજદારે ફરિયાદ કરી હતી જેમાં જણાવાયું હતું કે પેઢીનામા માટે ત્રણ મહિના તલાટી રાહ જાેવડાવતા હતા. ત્યારે મુખ્યમંત્રીએ તલાટીઓને ટકોર કરી હતી કે નિશ્ચિત સમયમાં અરજદારને પેઢીનામુ આપવું જાેઈએ. પેઢીનામા માટે કલેકટરની પરવાનગીની જરૂર હોતી નથી. આ જનસંવાદમાં વિવિધ યોજનાકીય લાભોનું લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું. સમાજના છેવાડાના માનવીને કોઈ અગવડ ન પડે અને તે મુખ્ય પ્રવાહમાં જાેડાય તે માટે સરકાર પ્રતિબદ્ધ છે તેમ સીએમ ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણની યોજનાઓના લાભ ઘર-ઘર સુધી પહોંચ્યા છે, જેને પરિણામે લોકો આર્થિક રીતે સશક્ત થઈ રહ્યા છે. જનસંવાદ કાર્યક્રમ દ્વારા નાગરિકો પોતાનો અવાજ રજૂ કરી શકે છે તવું આશ્વાસન આપ્યું હતું.

Follow Me:

Related Posts