ગુજરાત

આણંદમાં દુકાન બખોલુ પાડી અંદર પ્રવેશ્યા ૫.૨૨ લાખના મોબાઇલ ચોરી કરી ફરાર

ઉમરેઠ શહેરના બસ સ્ટેશન સામે આવેલી પુજારા મોબાઇલની દુકાનમાં મોડી રાત્રે ત્રાટકેલા તસ્કરો અંદરથી જુદી જુદી કંપનીના ૧૯ મોબાઇલ ચોરી કરી ભાગી ગયાં હતાં. આ અંગે ઉમરેઠ પોલીસે ગુનો નોંધ્યો હતો. ડાકોરના નવા કુંભારવાડામાં રહેતા નિષાબહેન હેમંતકુમાર શાહની ઉમરેઠ બસ સ્ટેશન સામે પુજારા મોબાઇલની દુકાન આવેલી છે.

આ દુકાનમાં ૬ઠ્ઠી ફેબ્રુઆરીના રોજ રાત્રિના સુમારે અજાણ્યા તસ્કરો ત્રાટક્યાં હતાં. આ તસ્કરોએ દુકાનના પાછળના ભાગે લોખંડની ત્રિકમ તથા લોખંડની નરાસ (કોસ)થી બખોલું પાડી અંદર પ્રવેશ કરી દુકાનમાં મુકેલા અલગ અલગ મોડલના મોબાઇલ ૧૯ કિંમત રૂ.૫,૨૨,૩૪૧ની ચોરી કરી ભાગી ગયાં હતાં. આ અંગે વ્હેલી સવારે જાણ થતાં નિષાબહેન ચોંકી ગયા હતા અને આ અંગે ઉમરેઠ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related Posts