fbpx
ગુજરાત

આણંદમાં પેટલાદ તાલુકાના આગાસ ગામ પાસે બાઇક ચાલક રીક્ષાની અડફેટમાં આવતાં બાળક નું મોત થયું

પેટલાદ તાલુકાના અગાસ ગામે બેસતા વર્ષના દિવસે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં પૂરઝડપે મોટરસાઈકલ રિક્ષા સાથે અથડાઈ રોડની સાઈડમાં બાકડાં ઉપર બેઠેલા બે માસુમ બાળકોને હડફેટે લીધા હતા. જેમાં ગંભીર ઈજાઓના લીધે ૧૧ વર્ષના બાળકનું મોત થયું હતું. આ અંગે બાઈક ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરાયો હતો. પેટલાદ તાલુકાના અગાસ ગામની ઇન્દિરા નગરી ખાતે રહેતા કલ્પેશભાઈ કાંતિભાઈ સોલંકીનો ભત્રીજાે અક્ષય કુમાર અને તેનો મિત્ર દશરથ ગત શનિવારના રોજ બપોરના સુમારે ગામમાં આવેલા હનુમાનજી મંદિર નજીકના બાકડાં ઉપર બેઠા હતા.

દરમિયાન રોડ ઉપરથી પુરપાટ ઝડપે એક મોટરસાયકલ પસાર થઈ રહ્યું હતું. મોટરસાયકલના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા સામેથી આવી રહેલી રિક્ષા સાથે અથડાયું હતું. રિક્ષા સાથેના અકસ્માત બાદ મોટરસાયકલ સીધુ જ રોડની સાઈડમાં મંદિર તરફ ધસી ગયું હતું. જ્યાં બાકડાં ઉપર બેઠેલા અક્ષય અને દશરથને અડફેટે લીધા હતા. અકસ્માતમાં અક્ષય સોલંકીને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર અર્થે કરમસદની હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે દશરથને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે કલ્પેશભાઈ કાંતિભાઈ સોલંકીએ પેટલાદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મોટરસાયકલ ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Follow Me:

Related Posts