fbpx
ગુજરાત

આણંદમાં પોલીસીના હપ્તાની રકમ પાછી આપવા બાબતે યુવકને માર માર્યો

મહુધાના વૈજનાથ મહાદેવ પાસે રહેતા યોગેશ ઠાકોરલાલ ભટ્ટનો પુત્ર મિતેશ ૨૭મી જૂનના આણંદ – વિદ્યાનગર રોડ પર આવેલી મારૂતી શરમણ કોમ્પ્લેક્સની ઓફિસમાં હતો. તે સમયે તૃપ્તીબહેન સંદીપ રોહિત, તેના પિતાજી અને ભાઇ (રહે.નડિયાદ) આવ્યાં હતાં. તેઓએ મિતેશની ઓફિસમાં જઇ તેમની સાથે ફર્સ્ટ ઇન્ડીયા લાઇફ ઇન્સ્યુરન્સ પોલિસીના હપ્તાની રકમ નહીં ભરી હોવાથી અગાઉ ભરેલા હપ્તાની રકમ પાછી આપવા બાબતે વાતચીત કરી હતી. બાદમાં તેઓ જતાં રહ્યાં હતાં. પરંતુ અચાનક તૃપ્તીબહેને કોલ કરી મિતેશને નીચે બોલાવ્યો હતો. અહીં તેના પિતાજી અને ભાઇ હાજર હતાં. થોડી વાતચીત બાદ તૃપ્તીબહેને તેના પતિ સંદીપ ચતુર રોહિતને ફોન કર્યો હતો. સામા છેડે તેણે કહ્યું કે, મિતેશને મારો તો જ પોલિસીના પૈસા પાછા આપશે. તેમ કહ્યું હતું. આથી, તૃપ્તીનો ભાઈ ઉશ્કેરાઇ ગયો હતો અને ધારીયું લઇ મિતેશ પર હુમલો કર્યો હર્તા આ હુમલામાં મિતેશને માથામાં, હાથના બાવડા અને કાંડા પર ગંભીર ઇજા પહોંચી હતી. આ દરમિયાન મિતેશની બુમાબુમથી આસપાસના લોકો ધસી આવતા આ ત્રણેય શખ્સ જતાં રહ્યાં હતાં અને જતા જતા મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે આણંદ શહેર પોલીસે સંદીપ ચતુર રોહિત, તૃપ્તીબહેન સંદીપ રોહિત, તૃપ્તીના પિતા અને ભાઈ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આણંદ શહેરના વિદ્યાનગર રોડ પર મારૂતી શરણમ કોમ્પ્લેકસમાં ઓફિસ ધરાવતા યુવક ઇન્સ્યુરન્સના નાણાં ભરપાઇ ન કરી શકતાં નડિયાદના ચાર શખ્સોએ તેના પર ઘાતકી હુમલો કર્યો હતો. આ અંગે આણંદ શહેર પોલીસે ચાર શખ્સ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Follow Me:

Related Posts