આણંદના બાગાયત વિભાગ દ્વારા ખેડૂતોને અપાતી સાધન સહાય માટે ગેરરીતિ અટકાવવા અનોખીનો કિમિયો અજમાવ્યો છે. આ અંગે ખાસ વેરિફિકેશન કેમ્પ રાખવામાં આવી રહ્યાં છે. જેમાં રાજય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩ માટે બાગાયત ખાતાની વિવિધ યોજના હેઠળ બાગાયતી યાંત્રીકરણ ઘટકમાં સામાન્ય જાતિના ખેડૂતોને ટ્રેકટર ખરીદીમાં સહાય મળી રહે તે માટે તેઓને ૪૫ હજારની સહાય આપવામાં આવે છે. આ સહાય યોજના અંતર્ગત આણંદની નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા ટ્રેક્ટ્રર વેરિફિકેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો. આણંદના બાગાયત વિભાગ દ્વારા યોજાયેલા વેરિફિકેશન કેમ્પમાં જિલ્લાના ૩૮ લાભાર્થી ખેડૂતોના ટ્રેક્ટ્રરનું વેરિફિકેશન કરવામાં આવ્યું હતું.
આ ખેડૂતોને ટ્રેક્ટ્રરનું વેરિફિકેશન થઇ ગયા બાદ સરકાર તરફથી લાભાર્થી ખેડૂતને ટ્રેક્ટ્રરની કુલ કિંમતના ૪૦ ટકા અથવા મહત્તમ રૂ.૪૫ હજાર લેખે સહાય આપવામાં આવશે. મહત્વનું છે કે, આ કેમ્પમાં આણંદ જિલ્લાના નાયબ બાગાયત નિયામક ડો.એસ.એસ.પિલ્લાઇ, બાગાયત અધિકારી કમલભાઈ ઠાકોર, જય ચાવડા, ડો.હિતેશભાઇ ઠાકરીયા તેમજ કિશનભાઇ ડાભી દ્વારા ટ્રેક્ટ્રરનુ વેરિફિકેશન કરવામાં આવ્યું હતું.આ વેરીફીકેશન કેમ્પમાં આવેલા ખેડૂતોને બાગાયત નિયામક દ્વારા બાગાયતી વિભાગની વિવિધ યોજનાઓની માહિતી તેમજ તેના લાભ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.


















Recent Comments