fbpx
ગુજરાત

આણંદમાં બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય યુથ ફેસ્ટિવલ ક્ષિતિજ-૨૨માં જીટીયુ ઝોન-૩ માં ચેમ્પિયન બની

ચરોતર વિદ્યામંડળ સંચાલિત બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય ક્ષિતિજ-૨૨ યુથ ફેસ્ટિવલ, જીટીયુ ઝોન-૩માં ચેમ્પિયન બની હતી. આ સિદ્ધિ બદલ ઈ. પ્રિન્સિપાલ ડો.દર્શક ઠાકોરે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ ઉપરાંત અલગ-અલગ ઈત્તર પ્રવૃતિઓમાં વિધાર્થીઓનું ઇન્વોલ્વમેન્ટ એટલું જ જરૂરી છે. જે તેમની સ્કિલ ડેવલપ કરવામાં મદદરૂપ નીવડે છે. ચારુતર વિદ્યામંડળ સંચાલિત બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય ક્ષિતિજ-૨૨ યુથ ફેસ્ટિવલ જીટીયુ ઝોન-૩માં ચેમ્પિયન બની હતી. ગુજરાત ટેક્નોલોજીકલ યુનીવર્સિટી દ્વારા વાસદ ખાતે ઇન્ટરઝોનલ યુથ ફેસ્ટિવલ એક્સઆઈટીઆઈજે-૨૨નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓએ જુદી-જુદી ૩૨ સ્પર્ધાઓમાં ભાગ લઇ ૨૫ સ્પર્ધામાં જ્વલંત વિજય મેળવ્યો હતો. જેમાં નૃત્ય, સંગીત, સાહિત્ય, કલાક્ષેત્ર અને રંગભૂમિ એમ કુલ પાંચ શ્રેણીમાંથી સંગીત, સાહિત્ય, કલાક્ષેત્ર એમ કુલ ત્રણ શ્રેણીમાં ચેમ્પિયન બન્યા હતા. બીવીએમએ ચારુતર વિદ્યામંડળના યુથ ડેવલપમેન્ટના વિઝન પર સતત પ્રયત્નશીલ છે.

ભૂતકાળમાં પણ બીવીએમ વર્ષ ૨૦૧૯ અને ૨૦૧૬માં બીવીએમ જીટીયુ ઝોન-૩માં ચેમ્પિયન બન્યું હતું. વર્તમાન વર્ષમાં બીવીએમ પ્લેટિનમ જ્યુબિલી સેલિબ્રેટ કરી રહ્યું છે. ઉપરોક્ત વિજય એ સૌને માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે. આ સિદ્ધિ માટે બીવીએમના ૪૩ જેટલા સ્પર્ધકો તથા ૨૫ જેટલા વોલ્યુન્ટીઅર્સને પ્રો.બી.એસ. પટેલ (ભૂતપૂર્વ વાઇસ પ્રેસિડેન્ટ, બીવીએમ સેન્ટ્રલ કમિટી), ડો.ભાર્ગવ ગોરડિયા (વાઇસ પ્રેસિડેન્ટ, બીવીએમ સેન્ટ્રલ કમિટી), ડો.આકાર રોઘેલિયા (કલચરલ કન્વીનર), પ્રો.અમિત ભાવસાર (ટેક્નિકલ કન્વીનર), ડો.હરેશ પટોલિયા (સ્પોર્ટ્‌સ કન્વીનર), પ્રો.ઘનશ્યામ રાઠોડ, પ્રો.પ્રતીતિ ભટ્ટ એ માર્ગદર્શન પૂરું પાડયું હતું.

Follow Me:

Related Posts