આણંદ જિલ્લામાં સ્કૂલ, કોલેજ અને કોચિંગ કલાસીસ, ટ્યુશન કલાસીસ તેમજ મહિલા હોસ્ટેલ સહિતની જગ્યાએ ફૂલીફાલી રહેલ અનિષ્ટ પ્રવૃતિઓ અને તેવા તત્વોને અંકુશ કરવા તેમજ મહિલાઓ અને છાત્રાઓની સલામતીને લઈ જિલ્લા વહીવટી તંત્રએ આ જગ્યાની આસપાસના વિસ્તારો માટે ખાસ પ્રતિબંધો જાહેર કર્યા છે. જે અંગે જાહેરનામાનું બહાર પાડવામાં આવ્યું છે. જેનો ભંગ થશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આણંદ જિલ્લામાં આવેલા કોચીંગ તથા ટયુશન કલાસીસમાં જતી વિદ્યાર્થિનીઓ શાંતિપુર્વક અને ર્નિભય થઈને ટ્યુશન કલાસીસ કે કોચીંગ કલાસમાં જઈ શકે તેમજ હરીફરી શકે તે માટે આ ર્નિણય કરાયો છે. કેટલાક અનિષ્ટ તત્વો ટયુશન કલાસીસ કે કોચીંગ કલાસના કામે એકલી જતી છાત્રા – મહિલાઓનો પીછો કરી તેમના ઉપર હુમલો કરતાં હોય, તેવા ગંભીર બનાવો બનતા અટકાવવા માટે જિલ્લામાં આવેલા તમામ કોચીંગ કલાસ તથા ટયુશન કલાસીસ સવારના ૭ઃ૦૦ વાગ્યાથી પહેલાં અને રાતે ૮ઃ૦૦ પછી ચાલુ ન ૨હે તે માટે આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કેતકી વ્યાસે તેમને મળેલ સત્તાની રૂએ પ્રતિબંધ ફરમાવેલ છે.
આ હુકમ તા.૬ ઓગસ્ટ ૨૦૨૩ સુધી અમલમાં રહેશે, તેમજ આ હુકમનો ભંગ અથવા ઉલ્લંધન કરનાર વ્યકિત શિક્ષાને પાત્ર થશે. આ ઉપરાંત આણંદ જિલ્લાની નર્સરી સ્કૂલો, પ્રાથમિક માધ્યમિક સ્કૂલો, કોલેજાે ,ટયુશન કલાસ તથા મહિલા હોસ્ટેલોની આસપાસના ૫૦ મીટરના જાહેર માર્ગ ઉપર ઉભા રહેવા કે બેસવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જે મુજબ આણંદ જિલ્લામાં આવેલ તમામ નર્સરી સ્કૂલો, કોલેજાે, ટયુશન કલાસ તથા મહિલા હોસ્ટેલોની આસપાસના ૫૦ મીટર સુધીના જાહેર માર્ગ ઉપર કોઇપણ પુરૂષોએ વ્યાજબી કારણ વગર વાહન સાથે અથવા વાહન વગર ઉભા રહેવા કે બેસવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમ સ્કૂલો, કોલેજાે, ટયુશન કલાસીસ તથા મહીલા હોસ્ટેલ ખાતે આવતા વિદ્યાર્થીઓ, તેમને છોડવા તથા લેવા માટે આવતા વાલીઓ તથા ઓટો વાન માલિકો-ડ્રાઇવરો (જેમની પાસે ઓળખપત્ર હોય તેવા જ), તેમજ વ્યાજબી કામથી આવતા વિદ્યાર્થીઓ તથા વાલીઓને લાગુ પડશે નહીં. આ હુકમ તા.૧૪ ઓગસ્ટ ૨૦૨૩ સુધી અમલમાં રહેશે, તેમજ હુકમનો ભંગ અથવા ઉલ્લંધન કરનાર શિક્ષાને પાત્ર થશે.
Recent Comments