આણંદ જિલ્લો અસ્તિત્વમાં આવ્યાને ૨૫ વર્ષ થયાં હોવા છતાં સિવિલ હોસ્પિટલની સુવિધાથી વંચિત, ખાનગી હોસ્પિટલ બેફામ લૂંટ ચલાવે છે, દર્દીઓને પડતી હાલાકી : અમિત ચાવડા
આણંદ જિલ્લો અસ્તિત્વમાં આવ્યાને ૨૫ વર્ષ થયાં હોવા છતાં સિવિલ હોસ્પિટલની સુવિધાથી વંચિત, ખાનગી હોસ્પિટલ બેફામ લૂંટ ચલાવે છે, દર્દીઓને પડતી હાલાકી : અમિત ચાવડા
*ઉદ્યોગો, ફેક્ટરીઓ અને અમૂલ ડેરી સંસ્થામાં કોન્ટ્રાક્ટ પ્રથા દ્વારા થઈ રહેલું કામદારોનું શોષણ, લઘુતમ વેતન ના ચૂકવતી હોવાની અનેક ફરીયાદો : અમિત ચાવડા*
*આણંદ, વિદ્યાનગર, કરમસદ નગરપાલિકાના અનેક વિસ્તારો અને વોર્ડમાં શુદ્ધ પીવાનું પાણી, ગટર, પાક્કા રસ્તા, સ્ટ્રીટ લાઈટ જેવી પાયાની સુવિધાઓથી લોકો વંચિત : અમિત ચાવડા*
*જનમંચ* દ્વારા મળેલ સામાન્ય પ્રજાના પ્રશ્નો, સમસ્યાઓ, ફરીયાદો ના પરીણામલક્ષી નિવારણ માટે *જનસભા થી વિધાનસભા સુધી* ની લડત લડીશુઃ *શ્રી અમિત ચાવડા*
આ કાર્યક્રમના ભાગ હેઠળ *તારીખ: ૧૩/૦૭/૨૦૨૩ ગુરૂવાર, આણંદ* ખાતે *જનમંચ* નું આયોજન કરવામાં આવ્યું. જેમાં યુવાનો, મહિલાઓ, વેપારીઓ, ખેડુતો, પીડીતો, વંચિતો, શોષીતો પોતાની સમસ્યાઓ ની રજુઆત કરી.
કોંગ્રેસ પક્ષે સામાન્ય પણ *સ્વાભિમાની ગુજરાતી ને જનમંચ પ્લેટફોર્મ આપ્યું*, જેમાં *જનમંચ* કાર્યક્રમમાં જિલ્લા ના સ્થાનિક પ્રશ્નો સાંભળવામાં આવ્યા. જેમાં મુખ્યત્વે,
૧. આણંદ જિલ્લો અસ્તિત્વમાં આવ્યાને ૨૫ વર્ષ થયાં હોવા છતાં સિવિલ હોસ્પિટલની સુવિધાથી વંચિત.
૨. ખાનગી હોસ્પિટલ બેફામ લૂંટ ચલાવે છે, દર્દીઓને પડતી હાલાકી.
૩. ઉદ્યોગો, ફેક્ટરીઓ અને અમૂલ ડેરી સંસ્થામાં કોન્ટ્રાક્ટ પ્રથા દ્વારા થઈ રહેલું કામદારોનું શોષણ, લઘુતમ વેતન ના ચૂકવતી હોવાની અનેક ફરીયાદો.
૪. ખેડૂતોને દિવસે વીજળી ના મળતી હોવાથી ખેતી પર અસર.
૫. રોઝ, ભૂંડ જેવા પશુઓના ત્રાસથી ખેતી બરબાદ.
૬. આણંદ, વિદ્યાનગર, કરમસદ નગરપાલિકાના અનેક વિસ્તારો અને વોર્ડમાં શુદ્ધ પીવાનું પાણી, ગટર, પાક્કા રસ્તા, સ્ટ્રીટ લાઈટ જેવી પાયાની સુવિધાઓથી લોકો વંચિત.
૭. ખંભાતમાં બંદર વિકાસ અને કલ્પસર પ્રોજેકટના સપના બતાવનાર ભાજપના નેતાઓ સામે લોકોનો આક્રોશ.
૮. વાસદ-બગોદરા સિકસ લેન રોડ પર આસોદર ચોકડી પાસે વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ના હોવાથી લોકોને પડતી હાલાકી.
૯. કાયદો-વ્યવસ્થાની કથળતી પરિસ્થિતિ વિશે જનતાએ વ્યકત કરેલી ચિંતા.
૧૦. રસ્તા, બ્રિજ વગેરે વિકાસના કામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર.
૧૧. મોંઘવારીના કારણે ગૃહિણીઓને ઘર ચલાવવું બન્યું મુશ્કેલ.
૧૨. આણંદમાં આવેલ ભાલેજ બ્રિજ જર્જરિત, મોટો અકસ્માત થવાની ભીતી.
૧૩. મહી નદીમાં વધતી ખારાશ અટકાવવામાં સરકારની નિષ્ફળતા, સહિત અનેકવિધ મુદ્દાઓ પર સ્થાનિક લોકોએ પોતપોતાની રજૂઆતો કરી હતી.
આ પ્રશ્નો ની સાથે મોંઘવારી, ભ્રષ્ટાચાર, જમીન માપણી, પોષણક્ષમ ભાવ, પેપરલીક, રોજગારી ની સમસ્યા બાબત પોતાની રજૂઆતો કરી હતી.
ગુજરાત ની મહેનતુ અને સ્વાભિમાની જનતા ના તમામ પ્રશ્નોના સમાધાન માટે, *૧લી મે ગુજરાતના સ્થાપના દિન* થી, *કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં* તાલુકે–તાલુકે, “ *જનમંચ* ” કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી.
જનતાની અવાજને બુલંદ કરવા, “ *જનમંચ* ” થકી કોંગ્રેસ દ્વારા એક મજબૂત પ્લેટફોર્મ આપવાની શરૂઆત કરવામાં આવી છે. એક વર્ષમાં ગુજરાતના દરેક તાલુકાને જનમંચ દ્વારા આવરી લેવામાં આવશે અને આવેલી ફરિયાદોના નિવારણ માટે લોક-આંદોલન થકી એક મજબૂત અભિગમ દ્વારા *જનસભા થી લઈને વિધાનસભા સુધી* મક્કમતાથી લડાઈ લડવા કોંગ્રેસ પક્ષ કટિબદ્ધ છે.
ખુબ મોટી સાંખ્યામા ની જાહેર જનતા એ જનમંચ કાર્યક્રમ માં હાજરી આપી અને *શ્રી અમિતભાઇ ચાવડા ના આ જનલક્ષી અભિગમ* ને હૃદય થી વધાવી લીધો. ગુજરાત ના ઇતિહાસ માં આજ સુધી જનતા ને પોતાની વાત કરવાનો મોકો અને મંચ ફક્ત *જનમંચ* એ આપ્યો.
*આણંદ, જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત જનમંચ કાર્યક્રમમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિ પૂર્વ પ્રમુખ શ્રી ભરતભાઈ સોલંકી, ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા શ્રી અમિત ચાવડા, શ્રી ચિરાગભાઈ પટેલ ધારાસભ્ય ખંભાત, શ્રી ભીખાભાઈ રબારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ઉપપ્રમુખ, આણંદ અને ખેડા જીલ્લા કોંગ્રેસ પ્રભારી, ડૉ. શ્રી પ્રકાશભાઈ પરમાર ઉમેદવાર પેટલાદ વિધાનસભા, શ્રી વિનુભાઈ સોલંકી આણંદ જીલ્લા પ્રમુખ* ની સાથે સાથે જિલ્લા કૉંગ્રેસ સમિતિના હોદ્દેદારશ્રીઓ, પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદારશ્રીઓ, સેલ/ફ્રન્ટલના હોદેદારશ્રીઓ, તાલુકા/શહેરના તમામ પ્રમુખશ્રી, જિલ્લા પંચાયત, તાલુકા/નગરપાલિકા ના સદસ્યશ્રીઓ અને કોંગ્રેસના તમામ કાર્યકરો અને જાહેર જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments