આણંદ શહેરમાં સરદાર ગંજ અને અમીન ઓટો પાસે એમ બે ફાયલ સ્ટેશન આવેલા છે.આધુનિક સાધનો અને પુરતાંસ્ટાફનો અભાવ છે.જ્યારે નડિયાદમાં માત્ર એક જ ફાયર સ્ટેશન હતું. હાલ જિલ્લા કક્ષાએ બનનારું ફાયર સ્ટેશન પશ્ચિમમાં જ બને તેવી શક્યતા પ્રબળ બની છે. જિલ્લા કક્ષાના મોડેલ ફાયર સ્ટેશનના નિર્માણ માટે જે વ્યૂહ અપનાવ્યો છે તેનાથી જિલ્લાઓમાં ફાયર-આગની આપત્તિ સમયે તાત્કાલિક બચાવ અને રાહત કાર્યો ઝડપથી થઇ શકશે આ મોડેલ ફાયર સ્ટેશન્સ ૫૧૦૦ ચોરસ મીટર વિસ્તારમાં નિર્માણ થશે. અંદાજે ૨૫૦૦ચો.મીટર જગ્યા ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાટર્સ માટે રાખીને અન્ય જગ્યા મોકડ્રીલ અને ફાયર સાધનો રાખવા માટે ઉપયોગમાં લેવાશે.નગરપાલિકાઓના આ મોડેલ ફાયર સ્ટેશનોમાં વોટર બ્રાઉઝર, ફાયર ફાઇટર, બૂલેટ ફાયર જેવા આધુનિક સાધનો ઉપલબ્ધ રહેશે. ફાયર સ્ટેશનની સેવાઓ વધુ સંગીન બનાવવા માટે પ્રત્યેક નગરપાલિકામાં ૨૧ કર્મચારીઓની ભરતી કરાશે. ચરોતર પંથકમાંથી પસાર થતાં એક્સપ્રેસ-વે, ને.હા.-૮, સ્ટેટ હાઈવે પર દોડતા કેમિકલ ભરેલા વાહનોને અકસ્માત થતાં ફાયર બ્રિગેડને દોડવું પડતું હોય છે. આ સ્થિતિમાં વારંવાર જિલ્લા કક્ષાના ફાયર બ્રિગેડની વાતો થતી રહે છે.
રાજ્યની ૩૨ નગરપાલિકાને વિભાગીય ફાયર અધિકારી સહિત કુલ ૧૯નું મહેકમ મંજુર કર્યું છે. જેમાં નડિયાદ અને આણંદ પાલિકાનો સમાવેશ થાય છે. આણંદ અને નડિયાદમાં જિલ્લા કક્ષાના ફાયર સ્ટેશન બની રહ્યા છે. હાલ રહેલા ટાંચા સાધનો અને કરાર આધારિત અને હંગામી કર્મચારીથી કામ ચાલી રહ્યું છે. જિલ્લા કક્ષાનું ફાયર સ્ટેશન બનતા સરકારી નવી પોલીસી મુજબ કામગીરી થશે. આ ઉપરાંત નવા અદ્યતન સાધનો મળશે. નડિયાદ ફાયર પાસે હાલ ઇમરજન્સી રેસ્ક્યુ ટેન્ડર નથી. જે નવા માળખામાં મળશે.આણંદ-નડિયાદમાં ફાયર સ્ટેશનમાં પુરતી સુવિધાનો અભાવ હોવાથી કયારે મોટી આગ કે અકસ્માત સર્જાય ત્યારે અન્ય જિલ્લાના ફાયર સ્ટેશનનોની મદદ લેવી પડે છે. બંને જિલ્લામાં ૨૫ લાખ ઉપરાંત વસ્તી છે.ત્યારે જિલ્લાના છેવાડા ગામો સુધી આકસ્મિક બનાવો,કુદરતી આફતો કે આગની ઘટનામાં ફાયર ટીમ આધુનિક સાધનો સાથે દોડી જઇને મદદ રૂપ થઇ શકે તે માટે રાજય સરકાર દ્વારા આણંદ જિલ્લામાં ૬.૩૦ લાખ અને નડિયાદમાં ૬.૨૨ લાખના ખર્ચે મોડેલ ફાયર સ્ટેશનને મંજૂર કરાયાછે.. જિલ્લા કક્ષાનું ફાયરસ્ટેશન બનતા સ્ટાફની ઘટ અને અકસ્માત નિવારવા માટે આધુનિક સાધનોથી સજ્જ થશે.
Recent Comments