fbpx
ગુજરાત

આણંદ પાલિકા ગેરકાયદે બાંધકામો તોડવાના બદલે રોકડી વસુલાશે

આણંદ નગરપાલિકામાં પ્રમુખ રૂપલબહેન વી. પટેલના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા ઠરાવ બે નંબર પર હતો. આ ઠરાવમાં પાલિકાએ ગેરકાયદે બાંધકામોમાં આકારણી લેવાનો ર્નિણય કર્યો હતો. આ ઠરાવ મુજબ, આણંદ નગરપાલિકા હદ વિસ્તાર તથા બાકરોલ ઝોન વિસ્તારમાં અવકુડાની પરવાનગી ન લેવાને કારણે નવી બનેલી સોસાયટીઓની મિલકતોની તથા નવા બનેલા મકાનો તેમજ જૂની મિલકતોના બાંધકામ વધારો કરવામાં આવે છે. આવી મિલકતોની આકારણી ન થવાને કારણે વેરો આકારી વસુલ થઇ શકતો નથી.

જેના કારણે નગરપાલિકાને આર્થીક નુકશાન થતું હોવાથી સરકારના ઠરાવ મુજબ દર ચાર વર્ષે એરિયા બેઇઝ આધારીત ચતુવર્ષીય આકારણી કરવાની થાય તેમ હોઇ મિલકતની આકારણી માટે એજન્સી રોકી કામગીરી કરાવવા જરૂરી ર્નિણય લેવામાં આવશે. ગેરકાયદે બાંધકામોમાં આકારણી વસુલવાથી તે કાયદેસર થતી નથી. તેને કોઇ જાતનું રક્ષણ મળતું નથી. આ બાંધકામ જ્યાં સુધી ઉભુ છે, ત્યાં સુધી આકારણી વસુલી શકાય છે.

જે પાલિકાની રૂટીન કામગીરી છે.આણંદ નગરપાલિકાની યોજાયેલી સામાન્ય સભામાં આણંદ પાલિકા વિસ્તારમાં અવકૂડાની મંજૂરી વગર થયેલા બાંધકામોમાં આકરણી વસૂલવા થયેલો ઠરાવ નગરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. અવકૂડાની મંજૂરી વગર થયેલા બાંધકામો તોડી પાડવાની વાત હોય ત્યાં આ બાંધકામની આકારણી કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. જે બાબતે નગરજનોમાં અને રાજકીય આલમમાં ચક્રવાત ઉભો કર્યો છે. જાેકે, પાલિકા ચીફ ઓફિસર આ ર્નિણયને કાયદેસર પ્રક્રિયા ગણાવી રહ્યા છે.

Follow Me:

Related Posts