ગુજરાત

આણંદ પાસે કુલ રૂ.૧.૯૧ લાખના વિદેશી દારૂની હેરાફેરી કરતા કાર ચાલકોની ધરપકડ કરવામાં આવી

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર આણંદ એક્ઝિટ ટોલ બૂથ નજીક કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા શખ્સને આણંદ એલસીબીએ ઝડપી પાડયો હતો. એલસીબીએ રૂ.૮૬ હજારના દારૂ સહિત કુલ રૂ.૧.૯૧ લાખનો મુદ્દામાલ જપ્ત કરી બે શખ્સો વિરૂદ્ધ આણંદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. વિદેશી દારૂ ભરેલી કાર વડોદરાથી અમદાવાદ તરફ જતાં એક્સપ્રેસ વે પર આણંદ એક્ઝિટ થઈ આણંદ તરફ આવનાર હોવાની બાતમી બુધવારે સવારે આણંદ એલસીબીને મળી હતી. જેના આધારે એલસીબીએ વોચ ગોઠવી બાતમી મુજબની કાર આવતા તેને અટકાવી હતી. કારની તલાશી લેતા સાત થેલામાંથી વિદેશી દારૂના ૮૬૪ ક્વાટર મળી આવ્યા હતા. એલસીબીએ કારચાલકની પુછપરછ કરતા તે રિયાઝશા રફીકસા દિવાન (રહે. આદર્શ સ્ટ્રીટ સોસાયટી, આણંદ) હોવાનું અને દારૂનો જથ્થો છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટમાં રહેતા મનીષ નામના શખ્સે ભરાવી આપ્યો હોવાની કબુલાત કરી હતી. એલસીબીએ રૂ.૮૬,૪૦૦ની કિંમતો દારૂ, કાર મળી કુલ રૂ.૧,૯૧,૪૦૦નો મુદ્દામાલ જપ્ત કરી બંને શખ્સો વિરૂદ્ધ આણંદ ગ્રામ્ય પોલીસ મથકે ગુનો નોંધ્યો હતો.

Related Posts