આણંદ શહેરમાં કોલેરાની એન્ટ્રી થઈ છે, શહેરમાં બે પોઝિટિવ કેસ મળી આવતા આરોગ્ય તંત્ર એક્શનમાં આવી ગયું છે. તેના પગલે આણંદ શહેર તેમજ આસપાસના દસ કિલોમીટરના વિસ્તારનો કોલેરા ભયગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે. આણંદ શહેરમાં તાસ્કંદ અને બાલુપુરા પાસે કુમારશાળા વિસ્તારમાંથી કોલેરાના બે પોઝિટિવ કેસ મળી આવતા આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે.
આણંજના બાલુપુરાના ભાથીજી મંદિર અને તાસ્કંદ કુમાર શાળાના વિસ્તારમાં છેલ્લા સપ્તાહથી ઝાડા ઉલ્ટીના કેસોમાં થયેલા વધારાએ તંત્રની ઊંઘ ઉડાડી દીધી હતી. આરોગ્ય વિભાગ દ્વારા ૧૦ દર્દીઓના સ્ટુલ્સ સેમ્પલ લઈ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. તેમાથી બે દર્દીનારિપોર્ટ કોલેરા પોઝિટિવ આવ્યા હતા. આના પગલે આરોગ્ય વિભાગ અને અર્બન હેલ્થ સેન્ટર દોડતું થઈ ગયું હતું.
આણંદ શહેરના બાલુપુરાનાં ભાથીજી મંદિર અને તાસ્કંદ કુમાર શાળા વિસ્તારમાં છેલ્લા ૫ દિવસથી ઝાડા ઉલ્ટીના કેસોમાં વધારો થતાં આરોગ્ય વિભાગ દ્વારા ૧૦ દર્દીઓનાં સ્ટુલ્સ સેમ્પલ લઈ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવતા જેમાંથી બે દર્દીના રિપોર્ટ કોલેરા પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગ અને અર્બન હેલ્થ સેન્ટર દોડતું થઈ ગયું હતું.
આણંદ શહેરના ચાર અર્બન સેન્ટરમાં સૌથી વધુ ઝાડા ઉલ્ટીના કેસો નોંધાયા છે. જ્યારે આણંદ શહેરની જનરલ હોસ્પિટલમાં શહેરના ૧૦ અને ગ્રામ્ય વિસ્તારના ૧૦ દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે. જ્યારે ખાનગી દવાખાનાનો આંકડો ૫૦થી વધુનો છે.
આરોગ્ય વિભાગની ટીમોએ કોલેરાગ્રસ્ત વિસ્તારમાં તેમજ કોલેરા પોઝિટિવ દર્દીના પરિવાર તેમજ આસપાસના વિસ્તારોમાં તેમજ ન ઇસ્માઇલનગર વિસ્તારમાં તપાસ કરતાં કેટલાક વિસ્તારમા છેલ્લા કેટલાંક દિવસથી પીવાનું પાણી દૂષિત આવતું હોવાનું બહાર આવ્યું હતું. આ ઉપરાંત પરીખ ભુવન, મેલડી માતા ઝુંપડપટ્ટી અને જૂના દાદર વિસ્તારમાં અસહ્ય ગંદકી અને દુષિત પાણીના પગલે રોગચાળો વકર્યો હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.
આણંદ શહેરના ઇસ્માઇલનગર, મેલડી માતા ઝુંપડપટ્ટી વિસ્તાર, પાધરિયા સહિત ઉંલટી શહેરી વિસ્તારમાંથી દૈનિક ઝાડા ઉલ્ટીના કેસ આવી રહ્યાં છે. આણંદ શહેરના અર્બન હેલ્થ સેન્ટરોમાં છેલ્લા પાંચ દિવસથી દૈનિક ૨૫થી વધુ કેસ ઝાડા ઉલ્ટીના આવી રહ્યાં છે. ૧૦ થી વધુ દર્દીઓના સેમ્પલ લઇને તપાસ માટે મોકલી આપ્યાં હતા. જેમાં બેના રીપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગે તાત્કાલિક નગરપાલિકાને પાણીની પાઇપો લાઇનોની ચકાસણી કરીને લીકેજ બંધ કરી દેવા તેમજ નિયમિત સાફ સફાઇ કરવાની સૂચના આપવામાં આવી છે.
શહેરનાં દસ કિલોમીટરનાં વિસ્તારમાં કોલેરા ભયગ્રસ્ત જાહેર કરવામાં આવતા. નગર પાલિકાની ટીમોએ શેરડીના રસના કોલા, શરબતની લારીઓ, પાણીપુરીની લારીઓ, કેરીના રસના ઠેલાઓ તાત્કાલિક અસરથી બંધ કરી દીધા હતા. કેરીના રસનો નાશ કરવામાં આવ્યો હતો.
Recent Comments