આતંકવાદી સંગઠનો કાશ્મીરમાં ધાક જમાવવા માટે કરી રહ્યા છે અમેરિકી સેના શસ્ત્રોનો ઉપયોગ!
અફઘાનિસ્તાનમાં અમેરિકી સેના દ્વારા છોડવામાં આવેલા શસ્ત્રોનો ઉપયોગ ઘણા આતંકવાદી સંગઠનો કાશ્મીરમાં ધાક જમાવવા માટે કરી રહ્યા છે. નિષ્ણાતોનું કહેવું છે કે, આ હથિયારોનો ઉપયોગ ખતરનાક હેતુઓ માટે થઈ શકે છે. અમેરિકન ન્યૂઝ પોર્ટલ એનબીસીએ જમ્મુ અને કાશ્મીરના અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે, પાકિસ્તાનની ઉશ્કેરણી પર કાશ્મીરમાં હિંસક ઘટનાઓને અંજામ આપવાનો પ્રયાસ કરી રહેલા આતંકવાદીઓ પાસે સ્૪, સ્૧૬ અને અન્ય યુએસ નિર્મિત શસ્ત્રો અને દારૂગોળો મળી આવ્યા છે, જે ૩૦ વર્ષના સંઘર્ષમાં ભાગ્યે જ તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
વર્ષ ૨૦૨૧માં જ્યારે અમેરિકી સેના અફઘાનિસ્તાનમાંથી હટી ગઈ ત્યારે આખો દેશ તાલિબાનના નિયંત્રણમાં આવી ગયો હતો અને ત્યાં બચેલા હથિયારોનો ઉપયોગ હવે ઘણા ઉગ્રવાદીઓ કરી રહ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે, અત્યાર સુધી જપ્ત કરાયેલા મોટાભાગના હથિયારો જૈશ-એ-મોહમ્મદ (ત્નીસ્) અથવા લશ્કર-એ-તૈયબા (ન્ી્)ના છે, બંને પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથોને યુએસ દ્વારા આતંકવાદી સંગઠનો તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ગયા વર્ષે એક ટિ્વટર પોસ્ટમાં પોલીસે જણાવ્યું હતું કે, તેઓએ એક એન્કાઉન્ટર પછી એક સ્૪ કાર્બાઇન એસોલ્ટ રાઇફલ જપ્ત કરી હતી, જેમાં બે ત્નીસ્ આતંકવાદીઓ માર્યા ગયા હતા.
કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં, ભારતીય સેનાના પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ આમરોન મૌસાવીએ જણાવ્યું હતું કે, બંને જૂથોના આતંકવાદીઓને અમેરિકી ઉપાડ પહેલા તાલિબાન સાથે લડવા અથવા તાલીમ આપવા માટે અફઘાનિસ્તાન મોકલવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, “એવું માની શકાય છે કે, અમેરિકી સૈન્ય દ્વારા છોડવામાં આવેલા શસ્ત્રો સુધી આતંકવાદી સંગઠનોની પહોંચ છે.” અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના સરકારી અધિકારીઓએ આ ટિપ્પણી પર કોઈ પ્રતીક્રિયા કરી નથી. ગયા ઓગસ્ટમાં પ્રકાશિત થયેલા સંરક્ષણ વિભાગના અહેવાલ મુજબ, ઓગસ્ટ ૨૦૨૧માં જ્યારે તાલિબાનના કબજામાં આવ્યું ત્યારે અફઘાન સરકારના કબજામાં યુએસ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતા સૈન્ય સાધનોમાં ૭.૧ બિલિયન ડોલરથી વધુ હતા. જાેકે આમાંથી અડધાથી વધુ ગ્રાઉન્ડ વાહનો હતા, તેમાં ૩૧૬,૦૦૦ થી વધુ શસ્ત્રો તેમજ દારૂગોળો અને અન્ય સામાનનો પણ સમાવેશ થાય છે, જેની કિંમત આશરે ઇં૫૧૨ મિલિયન છે.
Recent Comments