આતંકીઓ પોતાની પૈતૃક સંપત્તિ વેચી ટેરર ફંડિંગ કરી રહ્યાનું બહાર આવ્યું
થોડા વર્ષો પહેલા સુધી અનેક કાશ્મીરી યુવાઓ આતંકની ટ્રેનિંગ લેવા માટે પાકિસ્તાન અને પીઓકે જતા હતા. કેટલાક પાછા આવી ગયા અને કેટલાક ત્યાં રહી ગયા. જે ત્યાં રહી ગયા તેમની સંપત્તિ કાશ્મીર ખીણમાં છે. આ સંપત્તિઓ મહેસૂલી અધિકારીઓ, સંબંધીઓની મદદથી વેચવામાં આવે છે. આ રકમ ખીણના આતંકી સંગઠનોને આપી દેવાય છે અને એટલી જ રકમ પાકિસ્તાન કે પીઓકેમાં બેઠેલા આતંકીઓને આપવામાં આવે છે. સુરક્ષા એજન્સીઓએ આવી અનેક સંપત્તિઓની ઓળખ કરી છે જે કેટલાક ઓફિસરોની મદદથી ગેરકાયદેસર રીતે વેચી દેવામાં આવી.
સંપત્તિ વેચવામાં મદદ કરનારાઓમાં મહેસૂલી ઓફિસરો, સંબંધીઓ અને મદદગારો ઉપર પણ કાર્યવાહી કરાશે. સરકારે આવી કોઈ પણ સંપત્તિના વેચાણ અને ટ્રાન્સફર પર રિસ્ટ્રિક્શન લગાવવાનો પણ ર્નિણય લીધો છે. જેમાં પીઓકે કે પાકિસ્તાનમાં રહેતા કોઈ આતંકીનો હિસ્સો છે. આ પ્રકારના ગત તમામ વેચાણને ગેરકાયદેસર ગણવામાં આવશે અને સંપત્તિ જપ્ત કરવામાં આવશે. તપાસ એજન્સીએ કૂપવાડા, બારામુલ્લા, શ્રીનગર અને અન્ય જિલ્લાઓમાં ડઝન જેટલી સંપત્તિઓની ઓળખ કરી છે. જેનાથી આતંકી સંગઠનોને કરોડો રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવેલા છે. જાે કે સૂત્રોના જણાવ્યાં મુજબ પાકિસ્તાન અને પીઓકેમાં કેટલાય કાશ્મીરીઓ છે જે બધા આતંકવાદી નથી.
કેટલાક એકદમ સામાન્ય જીવન જીવી રહ્યા છે પરંતુ ડઝન જેટલા કેસોમાં લોકો હજુ પણ સક્રિય રીતે આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યા છે અને ફંડિંગ કરી રહ્યા છે. કાશ્મીર ખીણમાં છેલ્લા કેટલાક સમયથી જમ્મુ પ્રશાસને ટેરર ફંડિંગ પર સકંજાે કસ્યો છે. જમ્મુ અને કાશ્મીરમાં ટેરર ફંડિંગની નવી પેટર્ન સામે આવેલી જાેવા મળી રહી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ પાકિસ્તાન અને પીઓકેમાં કાશ્મીરી આતંકીઓ પોતાની પૈતૃક સંપત્તિ વેચી રહ્યા છે અને તેનાથી મળતી રકમ આતંકી સંગઠનોને ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
Recent Comments