પાકિસ્તાન તરફથી ભારત વિરુદ્ધ આતંકવાદી ષડયંત્રનો મોટો પુરાવો સામે આવ્યો છે. પાકિસ્તાનમાં બેઠેલો આતંકવાદી અબુ ખુબઈ હવે જમ્મુ-કાશ્મીરનું વાતાવરણ બગાડવાનો લીડર છે. ગુપ્તચર સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર, છેલ્લા બે વર્ષમાં ઓપરેશન ઓલ આઉટ બાદ ૈંજીૈંએ ખીણમાં આતંકવાદીઓની સપ્લાયની કમાન ખૂબઈને આપી છે. જમ્મુ બસ વિસ્ફોટ સહિત છેલ્લા ૬ મહિનામાં ૪ મોટી આતંકવાદી ઘટનાઓમાં આ આતંકવાદીની ભૂમિકા સામે આવી છે. ૈંજીૈંએ એક નવા પગલામાં આતંકવાદી ખૂબઈને જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓનો સપ્લાયર બનાવ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓની સમીક્ષા કરતા ગૃહ મંત્રાલયના રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે.
પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ૈંજીૈંની ઉશ્કેરણી પર જમ્મુ ક્ષેત્રમાં આતંકવાદીઓને સક્રિય કરવામાં આવી રહ્યા છે અને તેમને તાલિબાન કમાન્ડરોની મદદથી વિશેષ ૈંઈડ્ઢ તાલીમ આપવામાં આવી રહી છે. ઓપરેશન ઓલ આઉટથી ચોંકી ઉઠેલા પાકિસ્તાનના આ નવા આતંકવાદી પ્લાનનો મુખ્ય પાત્ર અબુ ખૂબઈ છે. જમ્મુના ડોડા જિલ્લાનો રહેવાસી આ આતંકી હાલ પાકિસ્તાનમાં છુપાયો છે અને ત્યાંથી તે જમ્મુ-કાશ્મીરમાં ખાસ કરીને જમ્મુમાં આતંકીઓની ઘૂસણખોરી કરી રહ્યો છે. એટલું જ નહીં, ઘાટીમાં પોતાના સંપર્કોની મદદથી તેણે છેલ્લા ૬ મહિનામાં ૪ મોટી આતંકી ઘટનાઓને અંજામ આપ્યો છે. ભારતીય એજન્સીઓ પણ ખૂબઈની ગતિવિધિઓને લઈને સતર્ક થઈ ગઈ છે. એક તરફ ગૃહ મંત્રાલયે થોડા દિવસ પહેલાં જ તેને જાહેરનામું બહાર પાડીને આતંકવાદી જાહેર કર્યો હતો, તો બીજી તરફ દ્ગૈંછએ પણ જમ્મુ બસ બ્લાસ્ટ કેસમાં ગુરુવારે તેની સામે ચાર્જશીટ દાખલ કરી છે.
ગુપ્તચર એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર, ખૂબઈના અફઘાનિસ્તાન તાલિબાન કમાન્ડરો સાથે પણ સંપર્ક છે અને થોડા મહિના પહેલાં તે પાકિસ્તાન-અફઘાનિસ્તાન બોર્ડર પર પણ પકડાયો હતો પરંતુ પાકિસ્તાનની મદદથી તેને પાછો છોડવામાં આવ્યો હતો. હવે તેના અફઘાનિસ્તાન કનેક્શનથી તે સતત જમ્મુ-કાશ્મીરમાં આતંક ફેલાવવાનું કાવતરું ઘડી રહ્યો છે. છેલ્લા એક વર્ષથી ઘાટીમાં અબુ ખૂબઈ ઉર્ફે મોહમ્મદ અમીન ભટ ઉર્ફે પિન્નાની મોટી ગતિવિધિઓ ચાલી રહી છે. હવે તેણે સપ્ટેમ્બરમાં જમ્મુમાં થયેલા આઈડી બ્લાસ્ટમાં મુખ્ય ભૂમિકા ભજવી છે.
આ વર્ષે જાન્યુઆરીમાં સરહદી ગામોમાં હત્યાના આરોપીને તેના સાગરિતોએ મદદ કરી હતી. સ્ટિકી બોમ્બ દ્વારા જમ્મુ અને કાશ્મીરમાં ખાસ કરીને જમ્મુ વિસ્તારમાં આતંકને સક્રિય કરવામાં વ્યસ્ત છે. ઓવરગ્રાઉન્ડ વર્કર્સને આઈડી બ્લાસ્ટની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. ખૂબઈની ગતિવિધિઓ જાણ્યા પછી જમ્મુ અને કાશ્મીર પોલીસ, રાષ્ટ્રીય તપાસ એજન્સી અને રાજ્ય તપાસ એજન્સી હવે તેના સાથીઓને શોધી રહી છે જે તેના ઇશારે ઘાટીમાં આતંકને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
Recent Comments